Ahmedabad Accident News :સિંધુભવન રોડ પર થાર કારના ચાલકે લીધો નિર્દોષનો જીવ | Breaking News 1

Spread the love

Ahmedabad Accident News :થાર કારના ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું

Ahmedabad Accident News :અમદાવાદના ઈસ્કોનબ્રિજ પર થોડા મહિના અગાઉ તથ્ય પટેલે બેફામ જેગુઆર કાર ચલાવીને 10 લોકોના જીવ લીધા હતા. આ અકસ્માતને પગલે ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જે બાદ નબીરા તથ્યને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ પણ જાણે નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને ફુલ સ્પીડમાં વાહન હંકારીને બીજાના જીવ જાખમમાં મૂકી રહ્યા છે. આ દરમિયાન વધુ એક નબીરાએ કાર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં થાર કારના ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે કારની નંબર પ્લેટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

Ahmedabad

મળતી માહિતી અનુસાર, મળતી માહિતી અનુસાર અમદાવાદના સિંધુભવન રોડ પર જયદીપ વિપુલભાઈ સોલંકી (ઉં.વ 17) મિત્રનું બાઈક (નંબર GJ32 AB 9981) લઈને સિંધુ ભવન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઓરનેટ પાર્ક ચાર રસ્તા પાસે મહિન્દ્રા થાર કારના ચાલકે થાર કાર પૂરઝડપે અને બેદરકારી ભરી રીતે હંકારી બાઈક સવાર યુવકને અડફેટે લીધો હતો.

આ અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી કાર મુકીને જ નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો પોલીસને આ અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. 

જે બાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા જયદીપ સોલંકીને સારવાર અર્થે બોપલ ટ્રોમા સેન્ટર ખાતે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જયદીપનું મૃત્યુ નિપજ્યું હતું. હાલ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરૂ કરીને આગળની તપાસ હાથ ધરી છે. 

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *