Ahmedabad Accident News :અમદાવાદમાં નેહરૂનગર નજીક ગત મોડી રાત્રે કાર ચાલક દ્વારા બેફામ રીતે કાર હંકારી બીઆરટીએસની રેલીંગ તોડી અંદર ઘુસી ગયો હતો.
Ahmedabad Accident News :અમદાવાદમાં નેહરૂનગર નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાતા લોકોમાં દોડાદોડ થઈ જવા પામી હતી. કાર ચાલક દ્વારા બેફામ રીતે કાર ચલાવી BRTSની રેલીંગ તોડી અંદર ઘુસી ગઈ હતી. એક વ્યક્તિનાં પગમાં રેલીગનો સળીયો ઘુસી જતા તાત્કાલિક ફાયર બ્રિગ્રેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી કારમાંથી યુવકને બહાર કાઢ્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બેફામ કાર હંકારતા સર્જાયો અકસ્માત
શનિવાર રાત્રે નેહરૂનગર નજીક એક કાર ચાલક દ્વારા બેફામ રીતે કાર હંકારી નહેરૂનગરથી શિવરંજની તરફ જતા હતા તે વખતે ઉમિયા વિજય સોસાયટી આગળથી પસાર થતા હતા. ત્યારે કાર ચાલક દ્વારા અચાનક કાર પરનો કાબુ ગુમાવી દેતા કાર બી.આર.ટી.એસ. રેલિંગને અથડાતા કારમાં બાજુમાં બેઠેલા યુવક ઈજાગ્રસ્ત થયો હતો.
એક વ્યક્તિના સાથળમાં સળિયો ઘૂસ્યો
કાર ચાલકની બાજુમાં બેઠેલ યુવકનાં પગના સાથળના ભાગે રેલીંગનો સળીયો પગમાં સાથળના ભાગે ઘુસી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ કાર લોક થઈ જતા ફાયર બ્રિગ્રેડના માણસોએ તેને બહાર કાઢી તાત્કાલિકા તેને સારવાર અર્થે 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.