Ahmedabad News :અમદાવાદનાં અમરાઈવાડીમાં નાસ્તા માટે લાવેલ ચટણીમાંથી જીવાત નીકળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા
Ahmedabad News :પીઝા બાદ હવે ચટણીમાં જીવાત નીકળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદનાં અમરાઈવાડી ખાતે રહેતા અલ્કેશ પરમારે નાસ્તા માટે લાવેલ ચટણીમાંથી જીવાત નીકળી હતી. મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પાસે આવેલ અમદાવાદના પ્રખ્યાત દાસ ખમણવાળાને ત્યાંથી લાવેલ નાસ્તાની લીલી ચટણીમાંથી જીવાત નીકળી હતા. જે બાબતે અલ્કેશ પરમાર ઘરે નાસ્તા માટે લાવેલ ખમણની ચટણીમાંથી જીવાત નીકળતા ફરિયાદ કરી છે.

મારા છોકરાને ઉલટીઓ થવાથી મેં ઓનલાઈન ફરિયાદ કરીઃ અલ્કેશ પરમાર
આ બાબતે અમરાઈવાડી પ્રિતમ પાર્ક સોસાયટીમાં રહેતા અલ્કેશ પરમારે જણાવ્યું કે, આજે સવારે 10 વાગ્યાના સુમારે હું મણીનગર દાસ ખમણમાં મારી પત્નિ તેમજ દીકરા માટે ખમણ લેવા ગયો હતો. જ્યાંથી હું ખમણ લઈને ઘરે આવ્યો. જે બાદ મેં ખમણ તેમજ ચટણી ખોલતા ચટણીમાંથી કહારા જેવું એક મોટું જીવડું હતુ. જે બાદ મેં તેમને ફોન કરતા તે લોકોએ કહ્યું હતું કે, મારી ભૂલ થઈ ગઈ હશે.
હું તમને ચટણી બદલી આપું છું. પણ મારા છોકરાને ઉલટીઓ થવાથી મેં કોર્પોરેશનમાં ઓનલાઈન ફરિયાદ કરેલી છે. તેમજ હું અત્યારે તેઓની દુકાને જઈ રહ્યો છું. તેમજ હું મણીનગર પોલીસ મથકમાં આની લેખિત અરજી આપવાનો છું.