Ahmedabad news :અમદાવાદના જીવરાજપાર્કમાં રહેતા 78 વર્ષના વૃદ્ધનો જાણ બહાર પરેન્ક વીડિયો બનાવવા મામલે યુ ટ્યુબર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
Ahmedabad news :અમદાવાદમાં જીવરાજપાર્કમાં રહેતા 78 વર્ષના વૃદ્ધે તેને લિફ્ટ આપી પરેન્ક વીડિયો બનાવનારા બે યુવક વિરુદ્ધ નોંધાવી ફરિયાદ છે. આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર તેનો વીડિયો બનાવી તેના પર બિભત્સ કમેન્ટ કરી હતી. સાયબર ક્રાઇમમાં મંગેશ પ્રજાપતિ નામના યુટ્યુબ ચેનલ ચલાવનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

Ahmedabad news :ફરિયાદીએ પરિવારની બદનામીનો લગાવ્યો આરોપ
ફરિયાદીએ તેની જાણ બહાર વીડિયો બનાવ્યાની અને તેની તેમજ તેના પરિવારની બદનામી થયાનો આક્ષેપ લગાવ્યો છે. પાપ્ત માહિતી મુજબ 9 ફેબ્રુઆરીના રોજ તેઓ તેમની પત્નીને પગમાં દુખાવો થતો હોવાથી નજીકમાં આવલી હોસ્પિટલમાં અપોઈન્મેન્ટ લેવા માટે ગયા હતા. જ્યાં દવાખાનું બંધ હોવાથી તેઓ ચાલતા ઘરે જવા નીકળ્યા હતા. તે સમય કારમાં આવેલા બે યુવકોએ લિફ્ટ આપી હતી. જેમાં કેટલીક વાત ચીત કરી હતી. જે વીડિયો જાણ બહાર ઉતાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
પોલીસ ફરિયાદ નોંધાઈ
વિગતો મુજબ જે વ્યક્તિને રોડ પર ચાલતી સ્ત્રીઓ બતાવી વૃધ્ધના લાયક કોઈ છે તેમ કહીને મજાક મસ્તી કરી હતી. જો કે, કેટલાક બિઝનેશ મેન અગ્રણીઓના નામ સાથે વૃદ્ધાની હાંસી ઉડાવી હતી. જેમાં કારની પાછળની સિટમાં પ્રતિક નામનો યુવક હોવાની વૃધ્ધને જાણ થઈ છે. જો કે, હાલ તો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.