Ahmedabad News :શેર બજારમાં રોકાણ કરો છો તો કરતા રહો, પરંતુ કોઈના નામે રોકાણનો વોટ્સએપ મેસેજ આવે તો ચેતી જજો..!
Ahmedabad News :શેર બજારમાં રોકાણ કરો છો તો કરતા રહો, પરંતુ કોઈના નામે રોકાણનો વોટ્સએપ મેસેજ આવે તો ચેતી જજો..! કારણે કે, આવી જ રીતે છેતરપિંડીના બનાવો હમણા ખાસ્સા પ્રમાણમાં વધી રહ્યાં છે. અમદાવાદમાં શેર બજારમાં રોકાણ કરવાના નામે રૂ 64.95 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. સાયબર ક્રાઇમે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીએ Goldman Sachs-Stock pull-up નામથી વોટસએપ મારફતે વાતચીત કરીને શેર માર્કેટમા રોકાણ કરવાની વાત કરી હતી. વધુ નફો મળશે તેવી લાલચ આપી હતી. બીજા ગ્રુપમાં 33 VIP Goldman Sacha તથા 15-Business Processing Groupમાં છે તેમજ જે નામાંકિત વ્યક્તિ છે. સાથે સાથે વોટસએપ ચેટથી રોકાણ કરવાના બહાને KYC ડોક્યુમેન્ટ ફીડ કરવા જણાવ્યું હતું.
શેરમાર્કેટમાં રોકણથી વધુ નફો મળશે તેવી લાલચ આપીને અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 64.95 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. સાયબર ક્રાઇમે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આમ આ રીતે રોકણના નામે સાયબર ફ્રોડની ઘટના દિવસેને દિવસે વધી રહી છે.