Ahmedabad crime news :અમદાવાદની જાણીતી એલજી હોસ્પિટલમાં નર્સની છેડતીનો કિસ્સો સામે આવ્યો છે
Ahmedabad crime news :ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતો ખુબ થાય છે. પરંતુ હવે તો હોસ્પિટલોમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. કારણ કે, અમદાવાદની જાણીતી એલજી હોસ્પિટલમાં નર્સની છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. જે બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ઼્યો છે. આરોપીએ એક મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતી અને પોતે કાંઈ ન કર્યાનું હવે રટણ રટે છે. ઘટના શહેરની જાણીતી એલજી હોસ્પિટલમાં બની છે.

જ્યાં નામના આ પ્યૂન આરોપી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ સાથે શારીરિક અડપલા કર્યા છે. અને આવું અવાર-નવાર બનતું હતું. જેથી નર્સે કંટાળીને અંતે આધેર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ભરત વાઘેલાને ઝડપી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મહિલા નર્સના આક્ષેપ પ્રમાણે, નરાધમ ભરત વાઘેલા અંગે એણીએ અગાઉ પણ હોસ્પિટલના સત્તાધીશોને લેખિતમાં જાણ કરી હતી. જોકે કોઈ પગલાં ન લેવાતા આરોપીની હિંમત ખુલી ગઈ હતી. અને લિફ્ટમાં નર્સની એકલતાનો લાભ લઈ શારીરિક અડપલા કરી છેડતી કરી હતી. જોકે આરોપી પોતાના પર ઈર્ષાને લઈને નર્સે ફરિયાદ નોંધાવી હોવાનું રટણ રટી રહ્યો છે.
હાલ તો આ કેસની ગંભીરતાથી નોંધ લઈને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. સાથે જ આરોપીએ હોસ્પિટલમાં અન્ય કોઈ મહિલા,નર્સ કે યુવતી સાથે આ રીતનું કૃત્ય કર્યું છે, કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે. સાથે જ અગાઉ મળેલી ફરિયાદની હોસ્પિટલના સત્તાધીશો એ કેમ ગંભીરતાથી ન લીધી તે અંગે પણ કાર્યવાહી હાથ ધરી છે.