Ahmedabad News :અમદાવાદમાં ચાલતી બાઇક પર કપલ રોમાન્સ કરતું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે
Ahmedabad News :છેલ્લા કેટલાક સમયથી બાઈક પર રોમાન્સની ઘટનાઓ બની રહી છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. આ વખતે ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદમાં ચાલતી બાઇક પર કપલ રોમાન્સ કરતું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
નિકોલ રિંગ રોડ વિવેક રામવાણી નામના યુવાને તેની પ્રેમિકાને બાઈક પર બેસાડીને રોમાન્સ શરુ કર્યો હતો. આ સમય દરમિયાન પોતાનો જીવ અને બીજાના જીવ જોખમમાં મૂકીને રસ્તા પર અશ્લીલ હરકતો કરી રહેલા આ કપલે હેલમેટ પણ નથી પહેરી. આ કપલની કરતૂતને કેટલાક સ્થાનિક લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, ત્યારબાદ તરત જ આ વીડિયો વાયરલ થઇ ગયો હતો.
વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેની નોંધ લઈને વિવેકને કસ્ટડીમાં લીધો હતો. તેના પર મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 181, 184, 110 અને 117 હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે. યુવતીની ઓળખ હજી સુધી થઈ શકી નથી અને પોલીસ તેને પકડવાનો પ્રયાસ કરી રહી છે.
બાઈક પર રોમાન્સની ઘટના નવી નથી. છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા રાજસ્થાનના જયપુરમાં જોવા મળ્યો હતો. જ્યાં ચાલતી બાઇક પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થયો હતો. જયપુર પોલીસે આ કેસમાં બાઇક સવાર યુવકનું ચલણ કર્યું હતું.
આ વાયરલ વીડિયોમાં એક યુવક વ્યસ્ત રસ્તા પર મોટરસાઇકલ ચલાવતો જોવા મળ્યો હતો, જ્યારે મહિલા તેની પાછળ બેઠી હતી. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, યુવક રોડ તરફ ન જોતા બાઇક ચલાવતી વખતે તેની પાછળ બેસેલી મહિલાને કિસ કરી રહ્યો હતો. જયપુરની ઉપરાંત યુપી, બિહાર, પંજાબ સહિતના રાજ્યોમાં પણ આવી ઘટનાઓ બની હતી.