Ahmedabad News :અમદાવાદમાં પોલીસ હોવાનું કહીને એક કપલને લૂંટનાર ટોળકીને અસલી પોલીસે ઝડપી પાડી
Ahmedabad News :નકલી અધિકારીઓના નામે રાજ્યમાં અવાર-નવાર લૂંટ-ફાટની ઘટનાઓ સામે આવવા લાગી છે. તેવામાં આજે ફરી અમદાવાદમાં પોલીસ હોવાનું કહીને એક કપલને લૂંટનાર ટોળકીને અસલી પોલીસે ઝડપી પાડી છે.
આરોપીઓની ઠગ ટોળકી ગેસ્ટહાઉસ આસપાસ ફરતી હતી. અને કોઈપણ કપલ ગેસ્ટહાઉસમાંથી બહાર આવે એટલે તેમને પોલીસના નામે ધમકી આપી લૂંટ મચાવતા હતા. આ પ્રકારની ધમકી આપી મેમકોમાં આવેલા અનિતા ગેસ્ટહાઉમાંથી નીકળેલા કપલને ટોળકીએ ટાર્ગેટ બનાવ્યું.
પોલીસ હોવાનું સાંભળી કપલે મામલાને રફેદફે કરવાનું કહ્યું તો આરોપીઓએ યુવક પાસે દોઢ લાખ રૂપિયા માગ્યા પરતુ આટલા રૂપિયા નહોતા જેથી યુવકનના એટીએમમાં રહેલા 50 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. જોકે આ ઘટના બાદ યુવકે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે જ્યારે એક આરોપી ફરાર છે.
આ ટોળકીમાં મુખ્ય માસ્ટર માઈન્ડ મોહસીન શેખ છે જે રીક્ષા ચલાવે છે આ ટોળકીએ અત્યાર સુધીમાં અનેક હોટેલો અને ગેસ્ટહાઉસ બહાર કપલોને ટાર્ગેટ બનાવીને લૂંટ કર્યાનું પણ સામે આવ્યું છે.