Ahmedabad News :અમદાવાદ જિલ્લા એસ.ઓ.જી પોલીસની ટીમને બાતમીના આધારે ગેરકાયદેસર ડીઝલના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે
Ahmedabad News :વટામણ ચોકડીથી બગોદરા ગામ તરફ જતા હાઇવે ઉપર વટામણ ગામની સીમમાં આવેલા યુપી બિહાર ઝારખંડ નામની હોટેલનો સંચાલક ત્યાંથી આવતા જતા ભારે વાહનોમાંથી ગેરકાયદેસર રીતે સસ્તા ભાવે ડીઝલ ખરીદતો હતો અને આ ડીઝલના જથ્થાને હોટલની પાછળ આવેલી પતરાની ઓરડીની અંદર પ્લાસ્ટિકની ટાંકીમાં રાખી છૂટકમાં વેચાણ કરતો હતો.
Ahmedabad News :સામાન્ય રીતે બુટલેગરો દારૂની હેરાફેરી કરવા ચોરખાનું બનાવી દારૂનો જથ્થો સંતાડતા હોય છે, પરંતુ હવે હાઇવે પર ગેરકાયદેસર ડીઝલનો જથ્થો સાચવવા પણ ચોરખાનું બનાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લા એસ.ઓ.જી પોલીસની ટીમને બાતમીના આધારે ગેરકાયદેસર ડીઝલના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે.
વટામણ ચોકડીથી બગોદરા ગામ તરફ જતા હાઇવે ઉપર વટામણ ગામની સીમમાં આવેલા યુપી બિહાર ઝારખંડ નામની હોટેલનો સંચાલક ત્યાંથી આવતા જતા ભારે વાહનોમાંથી ગેરકાયદેસર રીતે સસ્તા ભાવે ડીઝલ ખરીદતો હતો અને આ ડીઝલના જથ્થાને હોટલની પાછળ આવેલી પતરાની ઓરડીની અંદર પ્લાસ્ટિકની ટાંકીમાં રાખી છૂટકમાં વેચાણ કરતો હતો.
જો કે, સમગ્ર કૌભાંડની પોલીસને માહિતી મળતા પોલીસે યુપી બિહાર ઝારખંડ નામની હોટલના પાછળના ભાગે ઓરડીમાંથી અલગ અલગ ખાલી કેરબામાં 330 લીટર ડીઝલ કે જેની કિંમત 30 હજારથી પણ વધુ થાય છે. તેમજ ગેરકાયદેસર ડીઝલના જથ્થા સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં તે આ ડીઝલ અંગે કોઈ બિલ કે પુરાવા રજૂ કરી શક્યા ન હતા. જેથી પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે યુપી બિહાર ઝારખંડ હોટલના માલિક રણજીત ચલિતારની ધરપકડ કરી છે અને તેની પાસેથી 50 લીટરની ક્ષમતાવાળા પ્લાસ્ટિકના ત્રણ કેરબા કે જેમાં 150 લીટર ડીઝલ તેમજ 60 લીટરની ક્ષમતા વાળો ગરબો કે જેમાં 60 લીટર ડીઝલ અને 30 લીટરની ક્ષમતાવાળો પ્લાસ્ટિકના ચાર કેરબા કે જેમાં 120 લિટર ડીઝલ મળી કુલ 330 લીટર ડીઝલ પકડી પાડ્યું છે. આ ઉપરાંત પોલીસને પાઇપના છૂટા ટુકડા અને પ્લાસ્ટિકની ટાંકી પણ મળી આવી છે. જેને કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.