Ahmedabad News :ખોખરામાં રહેતા યુવકનો સાત વર્ષનો પુત્ર ટ્રેન નીચે આવી ગયો હતો
Ahmedabad News :રેલવે મુસાફરી દરમિયાન માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખોખરામાં રહેતા યુવકનો સાત વર્ષનો પુત્ર ટ્રેન નીચે આવી ગયો હતો. જેને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મણિનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે ખોખરામાં રહેતો યુવક તા. ૨૦ના રોજ પરિવાર સાથે મણિનગર રેલવે સ્ટેશને હાજર હતા આ સમયે સાત વર્ષનો પુત્ર રમતો રમતો હતો અને અચાનક ટ્રેન આવી જતાં તે ટ્રેન નીચે આવી ગયો હતો. આ બનાવના પગલે રેલવે સ્ટેશન ઉપર ચકચાર મચી જવા પામી હતી.
શરીરે ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે મણિનગર એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મણિનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.