Ahmedabad News :જમાલપુર શાક માર્કેટ પાસે એક્ટિવા પર આવેલ બુકાનીધારી ત્રણ શખ્સોએ પીકઅપવાન માલિક અને તેના ડ્રાઇવરને ગળા પર છરી મૂકીને રૂ. ૪૩,૪૦૦ની મતા લૂંટી લીધી હતી
Ahmedabad News :જમાલપુર શાક માર્કેટ પાસે એક્ટિવા પર આવેલ બુકાનીધારી ત્રણ શખ્સોએ પીકઅપવાન માલિક અને તેના ડ્રાઇવરને ગળા પર છરી મૂકીને રૂ. ૪૩,૪૦૦ની મતા લૂંટી લીધી હતી. જેમાં ડ્રાઇવર મધ્ય પ્રદેશથી શાકભાજી ભરીને જમાલપુર આવ્યો હતો. આ અંગે ડ્રાઇવરે ત્રણેય શખ્સો સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં લૂંટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મધ્યપ્રદેશમાં રહેતા અને ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૨૦ ફ્રેબ્રુઆરીએ બપોરના સમયે ઘરગામથી પીકઅપ ગાડીમાં શાકભાજી ભરીને જમાલપુર શાક માર્કેટ આવવા નીકળ્યા હતા. જે બાદ તેઓ મધરાતે જમાલપુર બ્રીજ નીચે પહોચ્યા તે સમયે એક્ટિવા પર ત્રણ શખ્સો આવ્યા હતા અને પીકઅપ ગાડીની આગળ લાવીને ઉભું કર્યુ હતું. જે બાદ બે શખ્સોએ શ્યામભાઇ પાસે આવીને છરી તેમના ગળા પર મૂકીને ગાડીની ચાવી કાઢી લીધી હતી.
બાદમાં ત્રણેય શખ્સોએ ભેગા મળીને શ્યામ અને તેમના મિત્ર અને પીકઅપમાલિક કુલદીપ પાસેથી દાગીના તેમજ રોકડા રૂ. ૧૦,૦૦૦ સહિત કુલ રૂ. ૪૩ હજારની મતાની લૂંટ કરીને રોન્ગ સાઇડમાં ભાગી ગયા હતા. જેમાં એક્ટિવા ચાલકે મોંઢા રૂમાલ બાંધેલ હતો. આ અંગે શ્યામભાઇએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ત્રણેય શખ્સો સામે લૂંટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.