Accident News :છોટા હાથી ચલાવનાર ડ્રાઇવરને આગળ ઈંટો ભરેલી ટ્રક સાથે જોરથી અથડાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો
Accident News :અકસ્માતોની વણથંભી વણઝાર લાગી છે ત્યારે વધુ અકસ્માતની ઘટના બની. અમદાવાદ અસલાલી હાઈવે પર એક ઇંટો ભરેલી ટ્રક હાઈવે પર પંચર પડતા વચ્ચે જ ઉભેલી હતી. એ પંચર ભરેલી ટ્રકને મદદ કરવા માટે બીજી ઈંટો ભરેલી ટ્રક થોડા અંતર પછી વચ્ચે જ ઊભેલી હતી.

પરંતુ આ ઊભેલી ટ્રકની પાર્કિંગ લાઈટ પણ ચાલુ ન હતી કે એમને કોઈ પણ જાતનું રોડ સ્ટ્રોપર લગાવીને સિગ્નલ મૂકેલું ન હતું. જેથી છોટા હાથી ચલાવનાર ડ્રાઇવરને આગળ ઈંટો ભરેલી ટ્રક સાથે જોરથી અથડાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો. અથડાતાની સાથે જ ઘટના સ્થળ ઉપર જ છોટા હાથી ચાલકનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ છોટાહાથી ચાલકનું નામ મેહુલ ડાભી હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.