RTE admission :શૈક્ષણિક વર્ષ 2024-25 માં RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા આજથી સમાપ્ત થઈ જવાની હતી જેમાં 30 માર્ચ સુધીનો વધારો કરવામાં આવ્યો છે
RTE admission :શૈક્ષણિક વર્ષ 2024-25 માં RTE (Right to Education) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા (RTE admission process in Gujarat) આજથી સમાપ્ત થઈ જવાની હતી જેમાં 30 માર્ચ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા 14થી 26 માર્ચ સુધી ઓનલાઈ ફોર્મ ભરવા માટે જાહેરાત થઈ હતી. ત્યારે હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે અને તેને વધારીને 30 માર્ચ સુધી લંબાવામાં આવી છે.

સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
જે બાળકોનો જન્મ 1 જૂન, 2018 થી 31 મે, 2019 ની વચ્ચે થયો હોય.
જે બાળકો ગુજરાતમાં રહેતા હોય.
જે બાળકોનું વાર્ષિક કૌટુંબિક આવક ₹1,00,000 થી ઓછી હોય.
બાળકના અગત્યના દસ્તાવેજો:
જન્મ પ્રમાણપત્ર
રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
જાતિ અને આવકનો દાખલો (જો લાગુ હોય તો)
બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
અન્ય કોઈપણ જરૂરી દસ્તાવેજ જે શાળા દ્વારા માંગવામાં આવે
વાલીના અગત્યના દસ્તાવેજો:
આધાર કાર્ડ
રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
આવકનો દાખલો