Election 2024 :લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ અને પોલીસ ચોકી ઉપરથી પસાર થતા વાહનો ઉપર પોલીસની બાજ નજર
Election 2024 :આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણીને લઈ રાજકીય પક્ષોનું રાજકારણ પણ ગરમાયું છે ત્યારે બીજી તરફ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે તેમજ પોલીસ પણ સુરક્ષાને લઇને સતર્ક બની છે. લોકસભાની ચૂંટણીને લઈ અમીરગઢ પોલીસ પણ સતર્ક બની છે. ત્યારે અમીરગઢ પીઆઇ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાનને અડીને આવેલી અમીરગઢ અને કપાસિયા બોર્ડર ચેકપોસ્ટ તેમજ હંગામી પોલીસ ચોકી ઉપર અમીરગઢ પોલીસ જવાનો દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમા પ્રવેશ કરતા તમામ વાહનોનું ચેકિગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
ત્યારે રાજસ્થાન તરફથી કોઈ કેફી પદાર્થ તેમજ અન્ય કોઈ નશીલા પદાર્થ ગુજરાતમાં લાવે નહીં તેને લઈ રાજસ્થાન તરફથી ગુજરાતમા પ્રવેશ કરતા તમામ વાહનોની પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરી ચાંપતી નજર રાખવામાં આવી છે. ત્યારે બીજી તરફ કપાસિયા પોલીસ ચોકી તેમજ રાજસ્થાન અને ગુજરાતના જોડતા માર્ગ ઉપર હંગામી પોલીસ ચોકી ઉભી કરવામાં આવી છે ત્યાં પણ પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતા વાહનોની ચેકિગ કરી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.