Honey Trap :અચાનક 4 માણસો ગાડીમાં બેસી ગયા, મહિલા સાથે હોવાથી ચારેય વ્યક્તિએ ભરતભાઈને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું
Honey Trap :ગુજરાતમાં દિવસેને દિવસે હનીટ્રેપના કિસ્સાઓમાં વધારો થાય છે. ત્યારે હનીટ્રેપના અનેક કિસ્સાઓના શિકાર ઘણા લોકો બને છે. અને ઘણા લોકો આનો શિકાર બનીને પૈસા પણ ગુમાવે છે ત્યારે ગુજરાતમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે.

મોરબીમાં રહેતા અને સીરામીક કંપનીમાં કોન્ટ્રાક્ટ રાખતા ભરતભાઈ કારોલીયાને એક દિવસ એક મહિલાનો ફોન આવ્યો હતો આ મહિલાએ ભરતભાઇ સાથે ફોનમાં વાત કરીને મિત્રતા કેળવી અને ધીમે ધીમે આ જ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જ્યારે મહિલાને ખબર પડી કે ભરતભાઈ તેની પ્રેમજાળમાં ફસાઈ ગયા છે, પછી જ આ મહિલાએ પોતાની સાચી રમત રમવાની શરુ કરી હતી. મહિલાએ ભરતને એક દિવસ કાગવડ ખોડલધામ ખાતે મળવા બોલાવ્યા હતા. મહિલાએ ભરતભાઈને ગાડીમાં અજાણી જગ્યાએ લઈ જવા કહ્યુ, અજાણી જગ્યાએ પહોંચતાં જ અચાનક 4 માણસો ગાડીમાં બેસી ગયા. મહિલા સાથે હોવાથી ચારેય વ્યક્તિએ ભરતભાઈને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું.
એટલું જ નહીં ગાળાગાળી કરીને માર પણ મારવામાં પણ આવ્યો હતો. તો બીજી તરફ મહિલા પાસે બળાત્કારની ખોટી ફરીયાદ કરાવવાની ધમકી પણ આપી હતી. ફરિયાદ ન કરવાના બદલામાં 35 લાખની માંગણી કરી હતી. ભરતભાઈએ આનાકાની કરતા ઠગ ટોળકીએ 23 લાખ 50 હજાર રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા. અને ત્યારબાદ મહિલા સહિત ઠગ ટોળકી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પોતે હનીટ્રેપનો શિકાર બન્યા હોવાનો ખ્યાલ આવતા ભરતભાઈ સુલતાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે LCBની મદદ લઈને ગણતરીના કલાકોમાં જ હનીટ્રેપનો કેસ ઉકેલી નાંખ્યો અને મહિલા સહિત 5 આરોપીને 21 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
રાજકોટ ગ્રામ્ય LCBએ ગુનાની ગંભીરતા સમજીને અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસની મદદ લઈને લોકોને ફસાવતી આ હનીટ્રેક ગેંગને પકડી પાડી છે.