MAHISAGAR NEWS :મહીસાગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી કરતી ઘટના સામે આવી છે, જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર પર બુટલેગરોએ કાર ચડાવી દેતાં પોલીસ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા છે
MAHISAGAR NEWS :મહીસાગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી કરતી ઘટના સામે આવી છે. જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર પર બુટલેગરોએ કાર ચડાવી દેતાં પોલીસ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા છે. મહીસાગરના બાલાસિનોરમાં પોલીસ ઇન્સ્પેક્ટર અંશુમન નિનાના પર કુખ્યાત બુટલેગર મનીષ મહેરા અને વિક્રમ માલીવાડે હુમલો કર્યો છે.
બુટલેગરોએ કાર દ્વારા PI નિનામાને કચડવાનો પ્રયાસ કર્યો સમગ્ર ઘટનામાં પોલીસ ઇન્સ્પેક્ટર અંશુમન નિનામા ઘાયલ થતાં તેમને સારવાર માટે ખસેડાયા છે. મહત્વનું છેકે હુમલો કરનાર બુટલેગરો મનીષ મહેરા અને વિક્રમ માલીવાડ PI નિનામા પર હુમલો કરી ફરાર થઇ ગયા હતા. ત્યારે પીઆઇ ઉપર હુમલો થયો છે તેવી ઘટના સામે આવી છે .

બુટલેગરોને પોલીસનો કોઇ ડર ન હોય તેવી સ્થિતી મહિસાગરમાં જોવા મળી રહી છે. ફક્ત મહિસાગર નહીં પરંતુ રાજ્યમાં ઠેર ઠેર બુટલેગરો દ્વારા પોલીસ પર હિચકારી હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં એક બાજુ કડક કાયદાઓ દ્વારા શાંતિના દાવાઓ કરાય છે. ત્યારે બીજી બાજુ બુટલેગરોના નેટવર્કને તોડવામાં રાજ્યની પોલીસ પાછળ પડી રહી છે. ત્યારે ગુજરાતમાં બુટલેગરનો ત્રાસ વધી રહ્યો છે અને તેવી જ અનેક ઘટનાઓ સામે આવી છે.
પૈસાના જોરે વારંવાર છૂટી જતાં આવા બુટલેગરો પર કોની રહેમનજર છે તે મોટો સવાલ છે. બુટલેગરોને છાવનાર પોલીસ પર બુટલેગરો જ હુમલાઓ કરી રહ્યા છે. લોકોની રક્ષા કરતા પોલીસના જવાનો અને અધિકારીઓ બુટલેગરો સામે જ સુરક્ષિત નથી. તેવામાં રાજ્યમાં વ્યાજખોરોની જેમ બુટલેગરો સામે પણ રાજ્યવ્યાપી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.