Sihor News :ગુજરાતમાંથી અનેક વાર ગાંજો તેમજ અફીણ જેવા પદાર્થો પકડાતા હોય છે ત્યારે સિહોરમાંથી ફરી એક વખત ગાંજો પકડાયો છે
Sihor News :ગુજરાતમાંથી અનેક વાર ગાંજો તેમજ અફીણ જેવા પદાર્થો પકડાતા હોય છે ત્યારે સિહોરમાંથી ફરી એક વખત ગાંજો પકડાયો છે. સિહોર પંથકના ઘાંઘળીનો શખ્સ પોતાના કબ્જા ભોગવટાના ઘરમાં ગાંજા-ચરસનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે ભાવનગર એલસીબી પોલીસે રેડ કરી હતી. અને ચરસ વજન ૩.૬૮૪ કિ.ગ્રા. કિ.રૂ.૫,૫૨,૬૦૦ તથા સુકા ગાંજાની ભુકી વજન-૧.૫૨૨ કિ.ગ્રા. કિ.રૂ.૧૫,૨૨૦ સહિત કુલ કિ.રૂ.૫,૬૮,૩૨૦ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની મળતી વિગત અનુસાર ભાવનગર,એલ.સી.બી. સ્ટાફને બાતમી રાહે હકિકત મળેલ કે, હિંમતભાઇ ઉર્ફે ભડુ બાબુભાઇ ચુડાસમા (રહે. ઘાંઘળી (નવુ પરૂ) આમલી ફળી વાળી શેરી, તા.શિહોર જી.ભાવનગર) પોતાના કબ્જા ભોગવટાના ઘરમાં ગાંજો તથા ચરસ રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ચરસ વજન-૩.૬૮૪ તથા સુકા ગાંજાની ભુકી વજન-૧.૫૨૨ કિ.ગ્રા. જથ્થો મળી આવ્યો હતો.
જે અંગે એલસીબી પોલીસે શખ્સ વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ હતો. ત્યારે પોલીસે સમગ્ર મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી અને બાતમીના આધારે મુદ્દામાલ જપ્ત કર્યો હતો.