Holi 2024 :કેન્દ્રીય ગૃહમંત્રી ધૂળેટીનાં તહેવારની ઉજવણી કરવા માટે ગુજરાત ખાતે આવી પહોંચ્યા હતા
Holi 2024 :કેન્દ્રીય ગૃહમંત્રી ધૂળેટીનાં તહેવારની ઉજવણી કરવા માટે ગુજરાત ખાતે આવી પહોંચ્યા હતા. તેમજ તેમને લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. અને ત્યાર બાદ કાર્યકરો સાથે મીટીંગ કરી હતી. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોળીની ઉજવણી માટે ગુજરાત ખાતે આવ્યા હતા અને તેમને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ધુળેટી મનાવી હતી અને સાથેજ કાર્યકરોને પણ શુભકામના પાઠવી હતી.
ગાંધીનગરમાં મધ્યસ્થ કાર્યાલયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કાર્યકરોની સાથે તિલક કરીને હોળી રમી હતી. ગૃહમંત્રીએ દેશના સર્વે લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. અને કહ્યુ હતુ કે તહેવારોએ આપણા દેશી ધરોહર સમાન છે અને હોળીમાં દરેક ધર્મના લોકો રંગે રંગાય છે.
ત્યારે આજે ગાંધીનગર લોકસભા પરિવાર દ્વારા આયોજિત “ધુળેટી મહોત્સવ”ની ઉજવણી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સંપન્ન થઈ હતી. ત્યારે આ અવસરે અમિત શાહે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો.