Gandhinagar News :ગાંધીનગરની PDPU હોસ્ટેલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા હાલ ચકચાર મચી છે, શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા યુવતીનું મોત છે કે આત્મહત્યા તે તપાસનો વિષય બન્યો છે
Gandhinagar News :ગાંધીનગરની PDPU હોસ્ટેલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા હાલ ચકચાર મચી છે. શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા યુવતીનું મોત છે કે આત્મહત્યા તે તપાસનો વિષય બન્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ગાંધીનગરમાં પીડીપીયુ કેમ્પસમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ડીપીયુની હોસ્ટેલ ખાતે યુવતિનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે યુવતું મોત કેવી રીતે થયું છે તે ચર્ચાનો વિષય બન્યો છે. યુવતીએ આત્મહત્યા કરી કે હત્યા તે તપાસનો વિષય બન્યો છે. હાલ યુવતીના મૃતદેહને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવતીની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હાલ આ ચર્ચાનો વિષય બન્યો છે.
ગાંધીનગરમાં રાયસણમાં પીડીપીયુની હોસ્ટેલ આવેલી છે. યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ અહી રહેતા હોય છે. ત્યારે આજે PDPU હોસ્ટેલમાંથી એક યુવતિની લાશ મળી આવી છે. આ લાશ શંકાસ્પદ હાલતમાં મળી છે. યુવતિનું શરીર ભારે છે જ્યારે તેણે કાળા કલરના કપડા પહેરેલા છે તે કેમ્પસમાં ઉધા માથે પડેલી જોવા મળી હતી. આ યુવતિનું કયા સંજોગોમાં મોત નીપજ્યુ છે તેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.
ત્યારે પેહલા પણ ચોરીની ઘટનાને લઈને ગાંધીનગરની PDPU હોસ્ટેલ ચર્ચામાં આવી હતી. ત્યારે આ યુવતીનો મૃતદેહ મળી આવતા ફરી એક વખત ગાંધીનગરની PDPU હોસ્ટેલ ચર્ચામાં આવી છે. ત્યારે અતિયારે હાલ પોલીસ એ વિષયમાં તાપસ હાથ ધરી રહી છે કે આ આત્મહત્યા છે કે હત્યા…….