Mahisagar Crime :મહીસાગર જિલ્લામાં વૃદ્ધા સાથે હેવાનીયતનો કિસ્સો સામે આવ્યો છે, ભાન ભૂલેલા યુવકે વૃદ્ધાના શરીર પર બચકા ભરી હદ પાર કરી છે
Mahisagar Crime :મહીસાગર જિલ્લામાં વૃદ્ધા સાથે હેવાનીયતનો કિસ્સો સામે આવ્યો છે. ભાન ભૂલેલા યુવકે વૃદ્ધાના શરીર પર બચકા ભરી હદ પાર કરી છે. વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.મહિસાગરના ખાનપુર પંથકના એક ગામની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ગામના જ યુવકે વૃદ્ધાને હવસનો શિકાર બનાવીને વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું.

ઘરમાં એકલી રહેતી વૃદ્ધાનો લાભ ઉઠાવીને આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતું સાથે વૃદ્ધાના શરીર પર આરોપીએ બચકા ભર્યા હતાં. હાલ તો ઈજાગ્રસ્ત વૃદ્ધાને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે બાકોર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
હવસખોર યુવકમાં માનવતા મરીપરવારી હોય તેમ તેણે વૃદ્ધાને પોતાના શિકાર બનાવ્યા છે. લજવતો કિસ્સો મહિસાગરમાં સામે આવ્યો છે. જ્યા ભાનભૂલેલા યુવકે એક વૃદ્ધાને હવસનો શિકાર બનાવ્યા છે. આ યુવક એટલો બધો ભાનભુલ્યો કે તેણે એકલા રહેતા વૃદ્ધાને શરીર પર બચકા ભરવા લાગ્યો હતો. ત્યારબાદ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
વૃદ્ધાની હાલત ગંભીર થતા સારવાર માટે 108ની મદદથી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે વૃદ્ધાના જમાઇ અને દિકરીને જાણ થતા પોલીસને જાણ કરી હતી. અને બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.