News Update :જો કેજરીવાલ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે તો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાદી શકાય છે
News Update :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે સાંજે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ (Delhi CM Arvind Kejriwal Arrested) કરી હતી. ઈડીની ટીમ ગઈકાલે સાંજે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. એવામાં અરવિંદ કેજરીવાલ પોતે અને તેમના તમામ મંત્રીઓ વારંવાર કહી રહ્યા છે કે તેઓ જેલમાંથી સરકાર ચલાવશે, પરંતુ તેણી એકદમ નહિવત શક્યતા છે.

રાજકીય નિષ્ણાતોના મતે ભૂતકાળમાં પણ આવું કોઈ ઉદાહરણ જોવા મળ્યું નથી. તેનાથી વિપરિત જો કેજરીવાલ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે તો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાદી શકાય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ માટે જેલના નિયમોમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં.
NGTના ન્યાયિક સભ્ય જસ્ટિસ સુધીર અગ્રવાલના કહેવા પ્રમાણે જો કોઈ સરકારી અધિકારી જેલમાં જાય તો તેને સસ્પેન્ડ કરવાનો કાયદો છે, પરંતુ રાજકારણીઓ પર આવો કોઈ કાનૂની પ્રતિબંધ નથી. જો કે, દિલ્હી સંપૂર્ણ રાજ્ય ન હોવાથી જો મુખ્યમંત્રી રાજીનામું ન આપે તો રાષ્ટ્રપતિ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે.
એ જ રીતે, રાજ્યસભાના પૂર્વ મહાસચિવ યોગેન્દ્ર નારાયણ કહે છે કે, કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે, આવી સ્થિતિમાં જો તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવે છે, તો તે સીધા કોર્ટ પર નિર્ભર રહેશે કે તેઓ તેમને પદની જવાબદારીઓ નિભાવવાની મંજૂરી આપે છે કે નહીં. આ અંગે બંધારણીય નિયમો કે RPA એક્ટના નિયમો જોગવાઈ કરવામાં આવી નથી. જો કે, ભૂતકાળમાં આવો કોઈ કિસ્સો ધ્યાનમાં આવતો નથી, જ્યારે કોઈ વડાપ્રધાન કે મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ચલાવી હોય.