Ahmedabad News :અમદાવાદમાં પોલીસ વિભાગ પર લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે
Ahmedabad News :અમદાવાદમાં પોલીસ વિભાગ પર લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસને મદદ માટે કોલ કરનાર યુવતીને અપશબ્દો બોલતા ફરિયાદ નોંધાઇ છે. બોપલમાં પાડોશીએ યુવતીની માતાને મકાન ખાલી કરવા ધમકી આપી હતી તેમજ ગળુ દબાવી જાતિ વિષયક શબ્દો બોલતા પોલીસમાં અરજી દાખલ કરાઈ હતી.

અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે, અમે તમારા નોકર નથી તેવુ કહી પોલીસકર્મીએ અપશબ્દો બોલ્યા હતા. યુવતીનો પોલીસ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થતા ફરિયાદ નોંધાઇ છે. બોપલ પોલીસ મથકે ઉત્કર્ષ બારોટ અને અજાણ્યા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઇ છે. એટ્રોસિટી સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે.
એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં એક યુવતી જલ્દી ગાડી મોકલવાનું કહે છે ત્યારે પોલીસ કર્મચારી ગરમ થઈ જાય છે અને કહે છે તમારા નોકરી નથી. તમે પાવર ન કરો એવું હોય તો જેની સાથે જગડો થયો છે તેેની સાથે પવાર બતાવો. ત્યારબાદ તે ઓડિયોમાં અંતે પોલીસ કર્મી અપશબ્દ પણ પોલે છે
ખાખી પર ફરી એકવાર ડાઘ લાગ્યા છે. અત્રે જણાવીએ કે, પોલીસએ પ્રજાની રક્ષક છે પરંતુ આવા કિસ્સાઓના કારણે સમગ્ર ગૃહ વિભાગ પર એક ખરાબ છાપ ઉપસી આવતી હોય છે. ત્યારે આવી બાબતને ગંભીરતા પૂર્વક લેવી અતિ આવશ્યક જણાઈ રહી છે. જો કે, શું પગલા લેવાય છે તે જોવા રહ્યાં.