Surat Crime News :ઓઈલ ચોરીને તરખાટ મચાવતી મોસ્ટ વોન્ટેડ ગેંગ પકડાઈ | Breaking News 1

Spread the love

Surat Crime News :ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરીને કરોડો રૂપિયાના ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે આરોપીને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે

Surat Crime News :ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરીને કરોડો રૂપિયાના ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે આરોપીને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચ છે પ્રશાંત ઉર્ફે પંકજ વાઘેલા અને સમીરખાન ખોખરની ધરપકડ કરી છે. આરોપી પ્રશાંત સામે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 21 ગુનાઓ નોંધાયા છે. તો સમીરખાન ખોખર સામે 7 જેટલા ગુના નોંધાયો છે. તો બંને સાથે મળીને અત્યાર સુધીમાં 20 કરોડ રૂપિયા જેટલા ઓઇલની ચોરી કરી ચૂક્યા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે ગુજરાતમાં તેમજ રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાઓ પર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની લાઈનમાં પંચર કરીને ઓઇલની ચોરી કરતા આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે પ્રશાંત ઉર્ફે પંકજ અને સમીરખાન ખોખરની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પ્રશાંત અને પંકજ વાઘેલા સામે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 21 ગુનાઓ નોંધાયા છે.

Surat Crime

Surat Crime News :આ ઉપરાંત સમીર ખાન ખોખરની સામે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 7 ગુના નોંધાયેલા છે. જેમાં મોટાભાગના ગુના અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. ઉપરાંત પ્રશાંત વાઘેલા સામે મોટાભાગના ગુના સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સિધ્ધપુર અને નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.

આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, તેઓ કોઈ ખેતર કે અવાવરું જગ્યા પર કે જ્યાંથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ક્રૂડ ઓઇલની પાઇપલાઇન પસાર થતી હોય તે જગ્યા પર જતા હતા અને ત્યાં કોઈ મકાન કે અન્ય જગ્યા ભાડેથી લેતા હતા. ત્યારબાદ રાત્રે પોતાના સાગરીતો સાથે મળી ખાડો ખોદી ઇન્ડિયન ઓલ કોર્પોરેશનની પાઇપલાઇનમાં લીકેજ કરતા હતા અને ત્યારબાદ આ પાઇપલાઇનમાંથી ઇલેક્ટ્રીક વેલ્ડીંગ મશીનની મદદથી વાલ્વ ફિટ કરીને પાઇપલાઇનનું ક્રૂડ ઓઇલ ટેન્કરમાં ભરતા હતા.

Surat Crime News :થોડા દિવસો પહેલા જ આરોપીઓએ મહેસાણાના બેચરાજી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ક્રૂડ ઓઇલની લાઈનમાં ભંગાણ કરીને બે ટેન્કર ઓઇલની ચોરી કરી હતી અને રાજસ્થાનના બ્યાવર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક ટેન્કર ઓઇલની ચોરી કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ રાજસ્થાન તેમજ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પરથી અત્યાર સુધીમાં અંદાજિત 20 કરોડ રૂપિયાના ઓઇલની ચોરી કરી છે. આરોપી જ્યારે ક્રૂડઓઇલની લાઈનમાં પંચર કરતા હોય ત્યારે ઈલેક્ટ્રીક ડ્રીલ મશીન, વેલ્ડીંગ મશીન અને સાઇલેન્ટ જનરેટર પોતાની સાથે રાખતા હતા.

Surat Crime News :ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ સીપી શરદ સિંઘલે માહિતી આપતા જણાવ્યું કે, સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે. બાતમીના આધારે બે ઇસમોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે. આરોપીઓ ઓઇલ કંપનીની લાઈનમાં પંચર કરીને ઓઇલ ટેન્કરમાં ભરતા હતા. પ્રશાંત વાઘેલા અને સમીરખાન નામના બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બંનેએ 20 કરોડ રૂપિયાના ઓઇલની ચોરી કરી છે.

આરોપીઓ નાની નાની ટેક્નિકલ બાબતોને ધ્યાનમાં રાખીને ઓઇલની ચોરી કરતા હતા. બંને આરોપીઓએ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના મહેસાણા બેચરાજીમાંથી IOCની લાઈનમાં પંચર કરીને ચોરી કરી હોવાનું ખૂલ્યું છે. બેચરાજીમાંથી આરોપીઓએ 2 ટેન્કર ઓઇલ કર્યું હતું અને રાજસ્થાનમાં 1 ટેન્કર ઓઇલની ચોરી કરી હતી. પ્રશાંત વાઘેલા સામે 21 ગુના અને સમીરખાન સામે 7 ગુના રાજ્યના અલગ અલગ ગુનાઓ નોંધાયા છે.

આરોપી કટર અને વેલ્ડીંગ મશીનને પોતાની સાથે રાખતા હતા. આ ઈસમો બીજા રાજ્યોમાં પણ પોતાનું નેટવર્ક બનાવતા હતા. લોકોની ઓછી અવર જવરવાળી જગ્યા પર આરોપીઓ ઓઇલ પાઈલલાઈનમાં પંચર કરતા હતા અને ઓઇલ ચોરી કરતા હતા. 

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *