Lok Sabha Election 2024 Schedule આજે જાહેર થશે, ચૂંટણી પંચ (EC) દ્વારા બપોરે 3 વાગ્યે આની જાહેરાત કરવામાં આવશે
Lok Sabha Election 2024 Schedule આજે જાહેર થશે. ચૂંટણી પંચ (EC) દ્વારા બપોરે 3 વાગ્યે આની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાતના અનુસંધાને આજે EC અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં Lok Sabha Election 2024 અને ગુજરાત સહિતના રાજ્યોની વિધાનસભા ચૂંટણીની પણ ક્યારે અને કેટલા તબક્કામાં યોજાશે તેની પણ જાહેરાત કરવામાં આવશે.

આ સિવાય ચૂંટણીપંચના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ફેસબુક અને x વગેરે) પર લાઈવ કરવામાં આવશે, જેને તમે સરળતાથી જોઈ શકશો.
વર્તમાન સરકારનો કાર્યકાળ 16 જૂન, 2024 ના રોજ પૂરો થાય છે, આ પહેલા નવી લોકસભાની રચના કરવાની હોય છે. વર્ષ 2019 ની વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીની તારીખો 10 માર્ચે જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. 11 એપ્રિલે મતદાનની શરૂઆત થઈ હતી, જ્યારે પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 2014 ની સરખામણીમાં મોટી જીત મેળવી હતી.
2014માં ભાજપે 282 બેઠકો જીતી હતી જ્યારે 2019માં 303 બેઠકો મેળવી હતી. જ્યારે NDAને 353 બેઠકો મળી હતી. ભાજપને 37.7 ટકાથી વધુ વોટ મળ્યા હતા, જ્યારે NDAને 45 ટકા વોટ મળ્યા હતા. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 52 બેઠકો જીતી શકી હતી.