News Update :લોકસભા ચૂંટણી પહેલા જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી છે
News Update :લોકસભા ચૂંટણી પહેલા જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની માહિતી આપી હતી.
હરદીપ સિંહ પુરીએ ટ્વિટ કરીને લખ્યું કે પેટ્રોલ-ડીઝલમાં 2 રુપિયાનો ઘટાડો કરીને પીએમ મોદીએ સાબિત કરી દીધું છે કે કરોડો ભારતીયોને પરિવારનું હિત અને સુરક્ષા આપવાનું તેમનું હંમેશા લક્ષ્ય છે. “જ્યારે વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું – વિકસિત અને વિકાસશીલ દેશોમાં પેટ્રોલના ભાવમાં 50-72 ટકાનો વધારો થયો હતો અને 1973 થી 50 વર્ષમાં સૌથી મોટી તેલ કટોકટી હોવા છતાં, આપણી આસપાસના ઘણા દેશોમાં પેટ્રોલ ઉપલબ્ધ ન હતું.
મોદીજીની દીર્ઘદ્રષ્ટા અને સરળ નેતૃત્વના કારણે મોદીના પરિવારને કોઈ નુકસાન ન થયું. ભારતમાં પેટ્રોલના ભાવ વધારવાને બદલે છેલ્લા અઢી વર્ષમાં તેમાં 4.65 ટકાનો ઘટાડો થયો છે. “ભારત એકમાત્ર એવો દેશ હતો જ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા ન હતા, પરંતુ ઘટ્યા હતા. મોદીજી વડાપ્રધાન બન્યા તે પહેલા આપણે 27 દેશોમાંથી ક્રૂડ ઓઇલ ખરીદતા હતા, પરંતુ તેમના નેતૃત્વમાં આપણે દેશવાસીઓને સસ્તુ પેટ્રોલ, ડીઝલ અને ગેસ આપવા માટે આ મર્યાદા વધારી દીધી.
એટલું જ નહીં, વડાપ્રધાન મોદીએ નવેમ્બર 2021 અને મે 2022 માં બે વખત પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝમાં ઘટાડો કર્યો હતો આ જ કારણ છે કે આજે પણ ભાજપ શાસિત અને અન્ય રાજ્યો વચ્ચે પેટ્રોલની કિંમતમાં લગભગ 15 રૂપિયા અને ડીઝલની કિંમતમાં લગભગ 11 રૂપિયાનો તફાવત છે.
2 રુપિયાના ઘટાડા સાથે અમદાવાદમાં પેટ્રોલ 96 રુપિયાથી ઘટીને 94 રુપિયા ડીઝલ 92 રુપિયા ઘટીને 90 રુપિયાની આસપાસ થયું છે. પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો 15 માર્ચથી સવારે લાગુ પડશે. એટલે સવારથી લોકોને 2 રુપિયા પેટ્રોલ-ડીઝલ સસ્તું મળશે.