Weather Update :રાજ્યવાસીઓ ગરમી સહન કરવા તૈયાર થઈ જાઓ, કેમ કે હવામાન વિભાગે આગામી 3 દિવસ બાદ તાપમાન વધવાની આગાહી કરી છે
Weather Update :રાજ્યવાસીઓ ગરમી સહન કરવા તૈયાર થઈ જાઓ. કેમ કે હવામાન વિભાગે આગામી 3 દિવસ બાદ તાપમાન વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગે અગાહી કરી છે કે હાલ ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. જોકે 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાન વધશે.

આગામી 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. જેના કારણે લોકોને ગરમીનો અહેસાસ થશે. તો ગરમી વધતા લોકોએ એસી પણ ચાલુ કરવાનો વારો આવી શકે છે. હાલમાં અમદાવાદમાં રાત્રી તાપમાન 22 ડિગ્રી જ્યારે દિવસનું તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાયું છે. જે તાપમાન 3 દિવસ બાદ વધશે. જેનાથી લોકોને ગરમી નો અહેસાસ થઈ શકે છે. તો રાજ્યમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી શકે છે.
મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે આગાહીમાં જણાવ્યુ છે કે, રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર નહીં થાય. આ સાથે તેમણે માવઠા અંગેની આગાહીમાં જણાવ્યુ કે, હાલ વરસાદની આશંકા નથી. મંગળવારના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 22.2 ડિગ્રી, ગાંધીનગરમાં 21.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે સૌથી ઓછું તાપમાન નલિયામાં 16 ડિગ્રી નોંધાયુ છે.