News Update :બનાસ ડેરીના ઉમંગ મોલના પાછળના ભાગે આવેલ મકાનની સીડીઓ પર ચડીને પતરાના બોલ્ટ ખોલી ચોરીનો અંજામ આપ્યો
News Update :કાંકરેજ તાલુકાના ખીમાણામાં આવેલ બનાસ ડેરીના ઉમંગ મોલમાં તસ્કરો ત્રાટક્યા હતા. માત્ર ૫૦ રૂપિયાની ચોરી કરી ફરાર બનાસ ડેરીના ઉમંગ મોલના પાછળના ભાગે આવેલ મકાનની સીડીઓ પર ચડીને પતરાના બોલ્ટ ખોલી ચોરીનો અંજામ આપ્યો.

કાંકરેજ તાલુકાના ખીમાણા ગામમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રે ચોરીઓ થવાના બનાવો વધી રહ્યા છે ત્યારે હવે બનાસ ડેરી દ્વારા સંચાલિત ઉમંગ મોલમાં તસ્કરોએ છત ઉપર ફીટ કરવામાં આવેલ લોખંડના પતરાના બોલ્ટ ખોલી નાખીને અંદર પ્રવેશ કરીને કાઉન્ટરને ચેક કર્યું હતું. જેમાં એક વ્યક્તિ પોતે મોલમાં આવેલ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો હતો અને અંદર દસ પંદર મિનિટ સુધી કાઉન્ટરને તપાસતો નજરે પડે છે.
જોકે મોલમાંથી બીજી કોઈ અન્ય વસ્તુઓની ચોરી કરી નથી પરંતુ એક પચાસ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસ ઉપર ગંભીર રીતે સવાલો ઉભા થયા છે ત્યારે હવે બનાસ ડેરીના ચેરમેન સુરેશભાઈ દેસાઈએ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવીને આવા ચોર ટોળકીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરીને કડક સજા કરવામાં આવે અને ચોરીઓ થતી અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા સહીત ઉચ કક્ષાએ લેખિત રજૂઆત કરવા માટે પ્રયાસો હાથ ધર્યા હોવાનું જણાવ્યું હતું.