Jaunpur Accident News :ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે
Jaunpur Accident News :ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. તેમજ તપાસ શરૂ કરી હતી.
મળેલી માહિતી મુજબ ગૌરાબાદશાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૌનપુર-આઝમગઢ હાઈવે પર પ્રસાદ કેરાકત ઈન્ટરસેક્શન પાસે ગઈકાલે રાત્રે લગભગ 2:30 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં એક પરિવારના 9 સભ્યો છોકરી જોવા બિહારના સીતામઢીથી પ્રયાગરાજ જઈ રહ્યા હતા. કાર જૌનપુરથી કેરાકત તરફ વળતાં જ સામેથી આવતી એક ઝડપી ટ્રકે તેને ટક્કર મારી હતી. ઘટનાને પગલે સ્થળ પર હોબાળો મચી ગયો હતો. આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા હતા.
ટક્કર એટલી જોરદાર હતી કે કાર લગભગ 10 મીટર સુધી ઢસડી ગઈ હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તમામ ઘાયલોને એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જ્યાં તબીબે 6 લોકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર આપવામાં આવી રહી છે. ઘટના બાદ ટ્રક ચાલક અને હેલ્પર ટ્રક સ્થળ પર મુકીને નાસી ગયા હતા. પોલીસ દ્વારા ક્રેન અને જેસીબી વડે ક્ષતિગ્રસ્ત કાર અને ટ્રકને બહાર કાઢવામાં આવી હતી.