Ahmedabad Food Festival :અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે, અહી શહેરીજનો રોયલ ફૂડની મજા માણી શકશે
Ahmedabad Food Festival :અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે. અહી શહેરીજનો રોયલ ફૂડની મજા માણી શકશે. અહી ‘અ ટેસ્ટ ઓફ લક્ઝરી’ અને ‘ધ રિજનલ ફ્લેવર’ એમ બે અલગ જ પ્રકારની થીમ સાથે ફૂડ કોર્ટ તૈયાર કરાયા છે. જેમાં લકઝરી હોટલ દ્વારા તેમની ટોચની વાનગીઓ પિરસવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્ટ્રોનોમીના સહયોગથી આ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે.

Ahmedabad Food Festival :8 માર્ચથી શરૂ થયેલ આ ફેસ્ટીવલ 10મી માર્ચ સુધી ચાલુ રહેશે. આ ફૂડ ફોર થોટ ફેસ્ટમાં ત્રણ મુખ્ય સેગમેન્ટ-ફૂડ ફેસ્ટ, થોટ ફેસ્ટ અને ફન ફેસ્ટનો સમાવેશ થાય છે. ફેસ્ટિવલમાં ભાગ લેનારા પાર્ટિસિપન્ટ્સ દક્ષિણ એશિયાની રાંધણકળાની માહિતી મેળવી શકશે. જેમાં ચર્ચા, કૂકરી ડેમો, ફૂડ કોર્ટ, બજાર અને લાઈવ એન્ટરટેઈનમેન્ટનો સમાવેશ થાય છે. આ ફેસ્ટિવલમાં લકઝરી હોટલ દ્વારા તેમની વાનગીઓ લોકોને પીરસવામાં આવશે.
આ ફેસ્ટિવલમાં વાનગીઓના ત્રણ અલગ પેવેલિયન પણ રાખવામાં આવ્યા છે. જેમાં રોયલ પેવેલિયનમાં રાજવી પરિવારોની વાનગીઓ રજૂ કરાશે. સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં પુરીના જગન્નાથ મંદિર તથા વૃંદાવનના રાધા રમણ મંદિર એ બે જગપ્રસિદ્ધ મંદિરોમાં ભોગ રૂપે ધરાવતી વાનગીઓ રજૂ કરાશે તેમજ વેલનેસ પેવેલિયનમાં આધુનિક ભારતીય વાનગીઓનો હશે.
ઈવેન્ટનો સમય ત્રણેય દિવસે બપોરે 12 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે. પ્રવેશ ફી દરેક વ્યકિત માટે (રૂ.50) ટિકિટ બારી ઇવેન્ટ સેન્ટર પર રાખવામાં આવશે. 12 વર્ષથી નીચેના બાળકો ની એન્ટ્રી ફી રહેશે. ફૂડ ફેસ્ટિવલ અંતર્ગત બુક માય શો ઉપરથી ટિકિટ ઓનલાઈન બુક કરી શકાશે.
ફેસ્ટિવલ દરમ્યાન રીજીયોનલ ફુડ કોર્ટ ખાતે વિવિધ વાનગીઓ પીરસનાર 52 ફુડ સ્ટોલ્સ અને ટેસ્ટ ઓફ લકઝરી ખાતે 18 ફુડ સ્ટોલ્સ રહેશે.અહી એક અનોખો કોફી પેવેલીયન જ્યાં મુલાકાતીઓને જીવંત કોફી પ્લાન્ટ, લીલી કોફી બીન્સ, શેકવાની પ્રક્રિયા, અરેબીકા અને રોબસ્ટાની જાત વચ્ચેનો તફાવત સમજાવવામાં આવશે અને છેલ્લે તાજી ઉકાળેલી કોફીનો સ્વાદ માણી શકશે.
સ્પીરીચીયલ પેવેલીયન ખાતે લંચની કિંમત રૂ.1600 અને ડીનરની કિંમત રૂ.1900 રહેશે. તા.10 માર્ચ 2024ના ડીનરની કિંમત રૂ.2100 ફુલોની હોળી સાથે રહેશે. વેલનેસ પેવેલીયન ખાતે લંચની કિંમત રૂ. 2100 અને ડીનરની કિંમત રૂ.2700 રહેશે. રોયલ પેવેલીયન ખાતે લંચની કિંમત રૂ.2400 અને ડીનરની કિંમત રૂ.3000 રહેશે.