News Update :ગાયક ઓસમાણ મીરને ભારત સરકારની સંગીત નાટક અકેડેમી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે
News Update :ગાયક ઓસમાણ મીરને ભારત સરકારની સંગીત નાટક અકેડેમી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે ઓસામણ મીરને રચનાત્મક સંગીત કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો. કરિયરનો પહેલો રાષ્ટ્રિય કક્ષાનો એવોર્ડ મળતા ઓસમાણ મીરે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

તેમણે આ ખુશીના પ્રસંગે તેમના ચાહકો માટે ગીત પણ ગાયું મૂળ કચ્છના ઓસમાણ મીર વર્ષોથી સંગીત ક્ષેત્રે જોડાયેલા છે. તેમણે બોલીવુડમાં મન મોર બની થનગાટ કરે ગીતથી ખ્યાતિ મેળવી હતી.
ઓસમાણ મીરનો જન્મ કચ્છના એક નાનકડા ગામ વાયોરમાં 22 મે 1974ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ હતું હુસેનભાઇ, જેઓ તબલાવાદક હતા. આમ સંગીત તેમને વારસામાં મળ્યું. તેમણે માત્ર 9 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે. તેમની ગાયિકીના શોખને જોઇને તેમના પિતાએ તેમને યોગ્ય ગાયિકીની તાલીમ અપાવી હતી. ઇસ્માઇલ દાતાર તેમના ગુરુ હતા. ઓસમાણ મીરને ખરી ઓળખ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના ગીત ‘મન મોર બની થનગાટ કરે’ થી મળી ત્યારથી લઇ આજ સુધી તેમણે પાછુ વળીને નથી જોયું અને આજે લાખ્ખો દિલો પર પોતાના સુંદર અવાજને કારણે તેઓ રાજ કરે છે.