Dabhoi News :ગુજરાતનું કાશી ગણાતું એવું ડભોઇ તાલુકાનું કાયાવરોહણ તીર્થ ધામમાં લકુલીશ ભગવાનનું મંદિર આવેલ છે
Dabhoi News :ગુજરાતનું કાશી ગણાતું એવું ડભોઇ તાલુકાનું કાયાવરોહણ તીર્થ ધામમાં લકુલીશ ભગવાનનું મંદિર આવેલ છે, શંકર ભગવાને લકુલીશ ભગવાનનો સ્વરૂપ 28 મો અવતાર લીધો હતો તેમ શિવપુરાણમાં એનું પાઠ પણ છે જ્યારે કે 50 વર્ષ પુરા થતા સુવર્ણ જયંતિ તરીકે પણ આજે ઉજવણી કરવામાં આવી રહી હતી.
જ્યાં વર્ષોથી પરંપરા મુજબ મહાશિવરાત્રીના દિવસે અભિષેક પ્રહાર પુંજન ઉપાસના બીલીપત્ર મહાપુજા પુજનનું આખું વર્ષ ફળ મળે છે તેમજ ચાર પાનની પૂજા કરવામાં આવી હતી જેનાથી ભક્તો પાવન થયા હતા તેમજ કુંડમાં સ્નાન ભક્તોએ કર્યું હતું શિવજી ના મેળામાં ખૂબ મોટી સખ્યામાં દૂર દૂર થી ભક્તોએ લકુલીશ ભગવાન ના દર્શન કરવા આવ્યા હતા, અને મહાશિવરાત્રીના દિવસે કાયાવરોહણ યુવા સંગઠન દ્વારા સાંજે ભગવાન શિવજીનો વરઘોડો જૂની પરંપરા મુજબ જેમાં અલગ અલગ વેશભુષા સાથે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
આ વર્ષે કાયાવરોહણના યુવા સંગઠન દ્વારા શિવજીકી સવારી સાથે ભગવાન શિવજીનો વરઘોડો શિવરાત્રી પ્રસંગે આજરોજ શિવજીકી સવારીનું કાયાવરોહણ ગામમાં આગમન થયું હતુ ,જેનુ ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આશરે એક લાખ કરતા વધુ ભક્તો દર્શનનો ભાગ લેશે રાત્રે દરમિયાન 1,000 કરતાં વધુ પૂજામાં ભાગ લેશે 200 કરતુ વધુ બ્રાહ્મણો દ્વારા પૂજા કરવામાં આવશે ભક્તો માટે ફરારી ની વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાશિવરાત્રીના આ પર્વ નિમિત્તે યાત્રાળુઓને કોઈપણ જાતની તકલીફના પડે તે માટે ઉપપ્રમુખ અરૂણભાઇ પટેલ દોલતસિંહ શિનોરા ભુપેન્દ્ર પટેલ સંત શ્રી મુક્તાનંદજી અને યુવા સંગઠન દ્વારા ભવ્ય મેળામાં સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જ્યારે કે પોલીસનો મેળામાં ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.