News Update :અમદાવાદ શહેરના સાણંદ તાલુકાના જીઆઇડીસી વિસ્તારમાં તમંચા વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું
News Update :મંગળવારે સાંજે 3:45 વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરના સાણંદ તાલુકાના જીઆઇડીસી વિસ્તારમાં તમંચા વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે ઘટનાની જાણ પોલીસને થતા સાણંદ જીઆઇડીસી પોલીસના પીઆઇ જે.આર ઝાલા તાત્કાલિક ઘટના સ્થળે ટીમ સાથે સાથે દોડી ગયા હતા. અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.
News Update :સાણંદના GIDC નાં ગેટ 2 પાસે કરાયું ફાયરિંગ
સાણંદ તાલુકાના જીઆઇડીસી વિસ્તારનાં ગેટ નંબર 2 પાસે મંગળવારે સાંજે પોલીસને જાણકારી મળી હતી કે ઘટના સ્થળે દેશી તમંચા વડે કોઈ ઈસમ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. જે બાબતે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ફરદીન દિલાવર ખાન પઠાણ અગાઉ સગાઈ બાબતે તકરાર થતા સામા પક્ષ દ્વારા સમાધાન અર્થે બોલાવીને દેશી પિસ્તોલ દ્વારા ફાયરિંગ કરી ઇજાઓ પહોંચાડવામાં આવી છે. જે બાદ પીડિતને બોપલ ખાતેની ICU હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સગાઈ બાબતે મન દુઃખ થતા કરાયું ફાયરિંગ
અમદાવાદ ગ્રામ્ય એસ.પી નીલમ ગોસ્વામીએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતા જણાવ્યું હતું કે ફરદીન દિલાવર પઠાણ કે જેની અરમાન રાજાની બહેન સાથે સગાઈ થઈ હતી. ત્યાર બાદ કોઈ અંગત કારણોસર સગાઈ તોડવામાં આવી હતી. જે બાદ અરમાન રાજા જે કડી મહેસાણાનો રહેવાસી છે. તેમજ બીજો આરીફ અકબર પઠાણ જે સાણંદનો રહેવાસી છે. બંને જણાઓએ ફરદીન પઠાણને સમાધાન કરવાના બહાને બદલો લેવાની ભાવનાથી સ્વિફ્ટ ગાડીમાં પહોંચી ફરદીન પઠાણ પર ગેરકાયદેસર હથિયાર તમંચા વડે ફાયરિંગ કરી પીડિતને માથામાં તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ બંને ઈસમો સ્વિફ્ટ ગાડી લઈને નાસી ગયા હતા.
PI સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો
બનાવની જાણ અમદાવાદ ગ્રામ્ય પોલીસ તેમજ સાણંદ જીઆઇડીસી પોલીસને થતા આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં કડી જાસલપુર ખાતેના વિરોચનગર ગામની સીમમાંથી અરમાન રાજાને ગેરકાયદેસર હથિયાર વડે ઝડપી પડાયા હતા. અને વધુ તપાસ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.