Top News :વિરમગામ નગરપાલિકા દ્વારા ગઈ કાલે મોડી સાંજે દબાણ દૂર કરવા જતાં વેપારી સાથે ઘર્ષણ થતા વેપારીએ પોલીસ બોલાવી હતી
Top News :વિરમગામ નગરપાલિકા દ્વારા ગઈ કાલે મોડી સાંજે દબાણ દૂર કરવા જતાં વેપારી સાથે ઘર્ષણ થતા વેપારીએ પોલીસ બોલાવી હતી. વિરમગામ શહેરમાં નગરપાલિકાની સામે પટેલ મોટર ટ્રેનિંગ સ્કૂલ નામની દુકાન નગરપાલિકાના અધિકારીઓ દ્વારા મોડી સાંજે અચાનક તોડવા જતા વેપારીઓ સાથે ઘર્ષણ થયું હતુ.

ત્યાર બાદ વેપારી દ્વારા પોલીસ બોલાવી પડી હતી. ત્યાર બાદ ડિમોલીશન ઓપરેશનને રોકવા માટે દુકાનના માલિક મોહીબ હબતુલ્લાહ પટેલ અરજદાર વતી એડવોકેટ જીત ભટ્ટે સુપ્રીમકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. કોર્ટે વીરમગામ મ્યુનીસીપાલીટી ડિમોલીશન રોકવા આદેશ આપ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટે રાત્રે સુનાવણી કરી હતી અને 1 એપ્રિલ સુધી ડીમોલીશન રોકવા વીરમગામ મ્યુનીસીપાલીટીના ચીફ ઓફીસરને આદેશ આપ્યો હતો. તેમ છતા તંત્ર દ્વાર દબાણ તોડાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.