Anant Radhika Wedding :અંબાણીએ ધોનીને શિખવાડ્યા દાંડિયા, ઈવાંકા ટ્રમ્પ પણ ગરબે ઘૂમી, Breaking News 1

Spread the love

Anant Radhika Wedding :અનંત-રાધિકાના પ્રી-વેડિંગના બીજા દિવસે સંગીત અને ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું

Anant Radhika Wedding :રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા, કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે, જેમાં વિશ્વભરના સ્ટાર્સ અને ઘણી હસ્તીઓ હાજરી આપી રહી છે. એવામાં હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીના બીજા દિવસની તસવીરો અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

જાણીતું છે કે ફંક્શનના પહેલા દિવસે 1 માર્ચની સાંજે, પોપ સેન્સેશન રીહાનાએ અદભૂત પર્ફોમન્સ આપ્યું હતું. જેના ઘણા વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને બીજા દિવસે અંબાણીની આ પાર્ટીમાં દરેક મહેમાનો ખૂબ મોજ માણતા નજર આવ્યા હતા. 

3 દિવસના ફંક્શનમાં અનંત-રાધિકાના પ્રી-વેડિંગના બીજા દિવસે એક સંગીત અને ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૉલીવુડ સેલિબ્રિટી ગરબા કરતાં પણ જોવા મળ્યા હતા. પ્રી-વેડિંગ પાર્ટીના બીજા દિવસના ઘણા ઇનસાઈડ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. 

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સની હાજરી જોવા મળી હતી. આ ઉજવણીનો ભાગ બનવા માટે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા. પ્રી-વેડિંગના બીજા દિવસે શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાને એકસાથે જબરદસ્ત ડાન્સ કર્યો હતો.

Wedding

એ બાદ મ્યુઝિક નાઈટમાં દિલજીત દોસાંઝ પણ તેના ચાર્ટબસ્ટર ગીતો પર પરફોર્મ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય પ્રેગ્નન્સીની જાહેરાત બાદ દીપિકા પાદુકોણ-રણવીર સિંહ પણ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં ગરબા કરતા જોવા મળ્યા હતા. પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણનો આ ડાન્સ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એમએસ ધોની, પત્ની સાક્ષી અને ડીજે બ્રાવો ગઈકાલે રાત્રે અંબાણીના પ્રી-વેડિંગમાં ગરબાની મજા માણી રહ્યાં છે. બીજા વીડીઓમાં જોઈ શકાય છે એક આકાશ અંબાણી માહીને ગરબા શીખવી રહ્યો છે. આ પહેલા ઈવાંકા ટ્રમ્પનો પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે સંગીત નાઈટ પહેલા ગરબા શીખી રહી હતી.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *