Keshod News :કેશોદના નોઝણવાવ ગામે ધાકધમકી આપી દુષ્કર્મ આચરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
Keshod News :કેશોદ તાલુકાનાં નોઝણવાવ ગામે સગીરાને પોતાના ઘરમાં ધાકધમકી આપી ગત તારીખ ૨૫/૦૨/૨૪ રાત્રીના સાડા દસ વાગ્યાથી તથા તારીખ ૨૬/૦૨/૨૪ ના મોડી રાત્રીનાં નોઝણવાવ ગામનાં જ શખ્સ દ્વારા ડરાવી ધાકધમકી આપી દુષ્કર્મ આચરતાં સગીરાએ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ સમક્ષ આપવીતી વર્ણવતાં સગીરાના વાલીની ફરિયાદ નોંધી હતી.
ઈન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૬(૨)(એન), ૫૦૬(૨), ૪૫૦, પોક્સો એક્ટ કલમ ૪, ૫(એલ), ૬, ૮, ૧૨, જી.પી.એ.ક. ૧૩૫ હેઠળ દુષ્કર્મ આચરનાર શખ્સ યાજ્ઞીન ભીખુભાઇ બાબરીયા રહે.નોંજણવાવ તા.કેશોદ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. કેશોદના નોઝણવાવ ગામનાં યાજ્ઞીન ભીખુભાઇ બાબરીયાને સગીરાને ડરાવી ધાકધમકી આપી ઘરમાં ઘુસી દુષ્કર્મ આચર્યું હોય ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.