Surat News :જાણીતા કાપડ વેપારી મિતેષ જૈન સામે એક મોડેલે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે
Surat News :ઘોડદોડ વિસ્તારના કાપડ વેપારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જાણીતા કાપડ વેપારી મિતેષ જૈન સામે એક મોડેલે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. વેપારી સામે આક્ષેપ કરાયો છે કે ફોટોશૂટના બહાને સુરતના વેપારીએ તેની સાથે બદકામ કર્યું છે.
મોડેલે પોલીસને જણાવ્યું હતું કે ફોટોશૂટના બહાને કાપડ વેપારી મિતેષ જૈનએ તેને ગોવા અને દમણ લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ તકરાર પણ થઈ હતી. 14 દિવસ પહેલા તરકરાર થતા હવામાં ફાયરિંગનો પણ આક્ષેપ કરાયો છે. ઘટના બાબતે અલથાણ પોલીસે ફરિયાદ નોંધીને મિતેષ જૈનની કરી અટકાયત કરી છે.