Ahmedabad News :અમદાવાદ એરપોર્ટ પરથી એક યુવક નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો છે
Ahmedabad News :અમદાવાદ એરપોર્ટ પરથી એક યુવક નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો છે. યુવક પોરબંદરનો હતો અને તેની પાસેથી પોર્ટુગીઝ પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદમાં જ તેણે આ નકલી પાસપોર્ટ તૈયાર કર્યો હતો અને એજન્ટે તેને 8 લાખ રુપિયામાં બનાવી આપ્યો હતો. પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી પોરબંદરનો એક યુવક નકલી પાસપોર્ટ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. યુવક પાસે બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ હતો અને જે દરમિયાન તેને ઈમિગ્રેશન વિભાગે ઝડપી લીધો હતો. અમદાવાદ એરપોર્ટના ઇમિગ્રેશન વિભાગે યુવકને ઝડપી લઇને તપાસ શરુ કરી છે. પ્રાથમિક તપાસમાં આ પાસપોર્ટ અમદાવાદના એજન્ટે તૈયાર કરી આપ્યો હતો.
આ માટે યુવકે તેને 8 લાખ રુપિયા આપ્યા હતા. ઈમિગ્રેશન વિભાગે પોરબંદરના યુવક અરજણ છેલાર અને એજન્ટ સામે કાર્યવાહી કરી છે. પોલીસે યુવક અરજણ છેલાર અને તેને નકલી પાસપોર્ટ તૈયાર કરી આપનાર એજન્ટ સામે પણ ગુનો નોંધ્યો છે અને તપાસ શરુ કરી છે. આરોપી યુવક સામે પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરવા સાથે હવે એજન્ટની પણ ધરપકડ કરવા માટે કાર્યવાહી શરુ કરી છે.