kheda accident news :અમદાવાદથી ડાકોર જતી લકઝરી બસને અકસ્માત નડ્યો છે, જેમાં બે લોકોના મોત થયા છે.
kheda accident news :રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધતી જાય છે. વાહન ચલાવવામાં બેદરકારી, વાહનમાં ખામી, ખરાબ રસ્તા સહિતના અનેક કારણો માર્ગ અકસ્માત પાછળ જવાબદાર છે. માર્ગ અકસ્માત ના થાય તે માટે તો ઘણી સલાહ આપવામાં આવે છે, પરંતુ વર્તમાનમાં વધતા કિસ્સાઓ પરથી જણાઈ રહ્યું છે જે આ પગલાઓ કેટલાંક કિસ્સાઓમાં વ્યર્થ સાબિત થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદથી ડાકોર જતી લકઝરી બસને અકસ્માત નડ્યો છે. જેમાં બે લોકોના મોત થયા છે.

અકસ્માતમાં બે લોકોના મોત
અમદાવાદ – ડાકોર એક્સપ્રેસ હાઇવે પર ડાકોર એગ્ઝિટ ટોલ બુથ પાસે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. મૃતકો અમદાવાદના રહેવાસી હોવાની વિગતો પણ સામે આવી છે. બસચાલકની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાનું બસમાં સવાર પેસેન્જર જણાવી રહ્યાં છે.
પોલીસ ઘટનાસ્થળે
પેસેન્જરો જણાવ્યું કે, બસ ચાલકની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો છે. બસ ચાલક બેફામ અને બેફિકર થઈ બસ ચલાવતો હતો. અકસ્માતની ઘટનાને પગેલે 108 મારફતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે ખેડા SP રાજેશ ગઢીયા પોહચ્યા હતા. અક્સ્માતને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે.