Rajkot News :પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે
Rajkot News :રાજકોટના લોધિકામાં મવડી વિસ્તારના એક વ્યક્તિએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અત્રે જણાવીએ કે, પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો મૃતકે વીડિયો પણ બનાવ્યો હતો.

10 લાખ માગતા હોવાનો ગંભીર આરોપ
વિરમગામ PSIના ત્રાસથી આપઘાત કર્યાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે. PSIએ દારૂ કેસમાં રૂપિયા 10 લાખ માગતા હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ન્યાય ન મળે ત્યાં સુધી પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે
વીડિયોમાં શું કહે છે ?
એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે જણાવે છે કે, હું જે આ કરૂ છે તેનું કારણ એક જ છે કે, વિરમગામના રૂરલમાં પોલીસવાળા પટેલ સાહેબ છે તેમના કારણે આ કરૂ છું. આજથી ચાર મહિના પહેલા મેં રાજસ્થાનવાળા પાસેથી એક દારૂની પેટી લીધી હતી. તે ભાઈ ક્યાંક પકડાયો હશે જેથી તેણે મારૂ નામ આપ્યું હતું.
તેણે મારી ઉપર આઠ પેટીનો આરોપ કર્યો હતો. તે સમય મેં સેટિંગના ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. તેમ છતા તેમણે મારી ઉપર કેસ કર્યો હતો અને જેલ હવાલે કર્યો હતો. ફરી કોઈકનો માલ પકડાયો હશે તે માટે પણ મને ફોન કરીને કહે છે કે, આ માલ પણ તારો છે તારે 10 લાખ રૂપિયા આપવા પડશે. પટેલ સાહેબ બધાને બાયડી છોકરા હોય છે, મારા પરિવારને ન્યાય મળે એવું કમિશનર સાહેબ કરજો.