Top News :કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે એક મહિલા કાર્યકરનું અપમાન કરીને તેમને કાઢી મૂક્યાં હતા
Top News :કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે અચાનક એક મહિલા પર આકરા પ્રહારો કર્યા હતા. દિગ્વિજય સિંહનો મહિલા પર ગુસ્સે થતો વીડિયો પણ સામે આવ્યો છે. વાસ્તવમાં દિગ્વિજય સિંહ બુધવારે ગ્વાલિયર ચંબલ ક્ષેત્રના પ્રવાસે છે. જ્યારે તેઓ કાર્યકર્તાઓને મળી રહ્યા હતા, તે દરમિયાન તેઓ પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ પર ગુસ્સે જોવા મળ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસની આ મહિલા કાર્યકર્તા પૂર્વ સીએમ દિગ્વિજય સિંહને મળવા પહોંચી હતી, પરંતુ આ મહિલા કાર્યકર્તાને સિક્યોરિટી ગાર્ડે રોકી હતી અને આ સાથે જ દિગ્વિજય સિંહે પોતાના સિક્યોરિટી ગાર્ડને કહ્યું કે, ‘આ પાગલને બહાર કાઢો, આ મહિલા પાગલ થઇ ગઇ છે.’
કોણ છે મહિલા
આ મહિલા કાર્યકર્તાનું નામ ડો.લીના શર્મા છે. મીડિયા સાથે વાત કરતા મહિલાએ કહ્યું, ‘કેટલાક લોકો તેને હળવાશથી લે છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. દિગ્વિજય સિંહ સામે મને કોઈ દ્વેષ નથી. હું તેમને મળવા આવી હતી પરંતુ તેઓ ન મળ્યાં, કંઈ વાંધો નહીં હું ફરી વાર તેમને મળવા આવીશ.
ગ્વાલિયર ચંબલ ક્ષેત્રની ટૂર પર દિગ્વિજય સિંહ
દિગ્વિજય સિંહે ગ્વાલિયર ચંબલ ક્ષેત્રની મુલાકાત પર જિલ્લાના તમામ કોંગ્રેસ નેતાઓ સાથે વન-ટુ-વન ચર્ચા કરી હતી અને આગામી સમયમાં રાહુલ ગાંધીની મુલાકાતની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ ગ્વાલિયર ક્ષેત્રના તમામ કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરવાના છે. તે મુરેના જશે અને ત્યાં પણ કાર્યકરોને મળશે.
દિગ્વિજય સિંહની ગણના રંગીલા નેતા તરીકે
ઉલ્લેખનીય છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને એમપીના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહની ગણના એક રંગીલા નેતા તરીકે થઈ રહી છે.