Top News :ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલ ભૂતેશ્વર ગામે જૂની અદાવત અને બોલાચાલીનો મામલો હત્યામાં પરિણમ્યો છે
Top News :ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલ ભૂતેશ્વર ગામે જૂની અદાવત અને બોલાચાલીનો મામલો હત્યામાં પરિણમ્યો છે. સરકારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મારવા આવેલા ટોળામાંથી જ શરદ નામના એક યુવકની જ હત્યા થતા આ બનાવે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. જોકે બે પક્ષે થયેલ જગડામાં મહુવાની સિવિલ હોસ્પિટલમાં રાત્રીના સમયે ભયનું વાતાવરણ ઉભું થયું હતું. આ બનાવમાં મિત્ર સાથે ડોનગીરી કરીને મારવા આવેલ યુવકની જ હત્યા થતા મહુવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

Top News :ભાવનગર મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે છ મહિના પહેલા થયેલ એક ફરિયાદની દાઝ રાખી 4 થી 5 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે ઘટના બાદ સારવાર લેવા માટે આવેલા પરિવાર પર સિવિલ હોસ્પિટલમાં ફરી હુમલો કરવા આવેલા ટોળામાંથી જ એક યુવકની જાહેરમાં હત્યા થતા ચકચાર મચી જાવ પામી હતી. બિપીન વાઘેલા અને તેમના સાગરીતો દ્વારા પહેલા મહુવાના વડલી ભૂતેશ્વર ગામે પહોંચી ફરિયાદીનાં ઘર પર પથ્થરમારો કરી તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.
ત્યાર બાદ ઈજાગ્રસ્તોને મહુવાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા 5 ઈસમો ત્યાં પણ હથિયારો સાથે ઘુસી આવ્યા હતા, જ્યાં સરકારી હોસ્પિટલમાં તોડફોડ મચાવી હોસ્પિટલનાં કાચ તોડી હોસ્પિટલને નુકશાન પહોંચાડી ઇજાગ્રસ્તના પરિવાર પર હીંચકારો હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં શરદ ભીલ નામના યુવકનું મોત થયું હતું. આ યુવાન ઘાતક હથિયારો સાથે ઉમલો કરવા આવેલા 5 શખ્સોમાંથી જ એક વ્યક્તિ હતો, જેનું મોત થતા એવું કહી શકાય કે શિકાર કરવા આવેલ શિકારી જ અહીં શિકાર થઇ જવા પામ્યો હતો.
મહુવાના ભૂતેશ્વર ગામે થયેલ મારામારીના સમગ્ર મામલે પ્રેમજી સરવૈયા તેમની પત્ની મનીષાબેનને લઇ મહુવાની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યાં હતા, જ્યાં જૂની અદાવતને લઇ પાંચ જેટલા શકશો મોડી રાત્રે હુમલો કરવા ધસી આવ્યા હતા. જો કે સમગ્ર ઘટનાના સી.સી.ટી.વી ફૂટેજ પણ સામે આવ્યા હતા. અને પોલીસે 5 પૈકી 1 આરોપીને ઝડપી લીધો હતો. હાલ મહુવા પોલીસે સમગ્ર મામલે હોસ્પિટલમાં સારવાર માટે આવેલા અને શરદ ભીલની હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા પ્રેમજી સરવૈયાની અટકાયત કરી છે.
સાથે જ સામે પક્ષે આવેલા ઈસમોની પણ શોધખોળ હાથ ધરી છે. બન્ને જૂથના લોકો દ્વારા એ રાત્રિના સમયે સરકારી હોસ્પિટલના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. અને હોસ્પિટલમાં ભયનું વાતાવરણ પણ ઊભું થયું હતું. આ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું અને તેમાં અગાઉ મારામારી થઇ હોવાનું પોલીસ તાપસમાં ખુલવા પામ્યું છે.