Ahmedabad News :સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, Breaking News 1

Spread the love

Ahmedabad News :વટવા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પડોશી યુવકે સગીરાને પ્રેમ સંબંધમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું

Ahmedabad News :વટવા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પડોશી યુવકે સગીરાને પ્રેમ સંબંધમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવકે સગીરા સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ ઘટના અંગે વટવા જીઆઇડીસી પોલીસે શખ્સ સામે પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પડોશમાં રહેતા યુવક સામે વટવા જીઆઇડીસી પોલીસે પોક્સો, અપહરણ કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

Ahmedabad

વટવામાં રહેતી ૧૪ વર્ષીય સગીરાની માતાએ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક પડોશીના સંબંધીનો પુત્ર છે અને તે પાડોશીના ઘરે રહેતો હતો  તેમજ વટવા જીઆઇડીસીમાં મજૂરીકામ કરતો હતો જેથી તેની મુલાકાત સગીરા સાથે થઇ હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. સગીરા અને યુવક એક બીજા સાથે ફોન ઉપર વાતચીત કરતા હતા અને હરતા ફરતા હતા. યુવકે તેને લગ્નની લાલચ આપીને ડાકોર પાસે પોતાના વતનમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું.

થોડા દિવસો બાદ બંને વચ્ચે ઝઘડો થતા યુવકે સગીરાને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ સગીરા પરત તેના માતા-પિતા પાસે આવી હતી અને આ હકીકત જણાવી હતી. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે યુવક સામે પોક્સો, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને પુરાવા એકઠા કરીને વધુ તપાસ હાથ ધરી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *