અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનથી માત્ર 50 થી 60 મીટરની દૂર દેશી દારૂનો ધંધો ધમધોકાર ચલાવવામાં આવી રહ્યો છે
ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ રહી ગઈ હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનથી માત્ર 50 થી 60 મીટરની દૂર દેશી દારૂનો ધંધો ધમધોકાર ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ સ્ટેશનના પાછળના ભાગેથી માત્ર 10 મીટરનું અંતર જ દૂર હશે અને પોલીસ સ્ટેશનમાંથી પણ સાફ નજરે પડતું હોય છે કે દેશી દારૂ વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યુ છે.
છતાં પણ સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરી રહી છે તો આ વેચાણ સામે આંખ આડા કાન કરવાનું કારણ શું હોય શકે એ વિચારવા જેવી બાબત છે. આ વિસ્તારમાં આવા તો અનેક દેશી દારૂના અડ્ડા ખૂલેઆમ ચાલી રહ્યા છે. અને વધુમાં વાત કરીએ તો નારોલ પોલીસ મથક વિસ્તારમાં દેહ વ્યાપારના ગોરખ ધંધા પણ બિન્દાસ પણે પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ક્યારે સ્થાનિક પોલીસને અને ઉચ્ચ અધિકારીઓને પોતાની જવાબદારી સમજાશે અને ક્યારે આવા ગોરખ ધંધા બંધ કરાવાશે કે પછી જેસે થે વેસેની જેમ જ આ રહેમ નજર હેઠળ આ બધા ધંધા ચાલુ રહેશે.