vadodara crime news :જીશાએ એ પણ કબૂલ્યું હતું કે, તેને નજીમની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. નજીમની હત્યા કરવા માટે ગુલઝારને તૈયાર કર્યો હતો.
vadodara crime news :વડોદરાના કાસમ આલા કબ્રસ્તાન પાસે થયેલી હત્યા કેસમાં ભેદ ઉકેલાયો છે. મૃતકની પત્નીને પામવા પ્રેમીએ સોપારી આપી હત્યા કરાવી હત્યારાને પાંચ હજાર આપી અન્ય દેવું ઉતારી દેવાની લાલચ આપી હતી. પોલીસે સોપારી આપનાર પ્રેમી ઝીશાનની ધરપકડ કરી છે.

પતિનો કાંટો કાઢી નાખવાં પ્રેમીએ હત્યા કરાવી
વારંવાર પોલીસ સમક્ષ નિવેદન બદલતા પોલીસે હત્યા પાછળનું કારણ ગળે ઉતરતુ નહોતું. જેના પગલે ઉડાણ પૂર્વક તપાસ હાથ ધરાઈ હતી. ડીસીપી ઝોન-4 પન્ના મોમાયાએ કહ્યું કે, આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા ગુલઝારે કબુલાત કરી હતી અને તેને જીશાન જાહેદહુસેન પઠાણને આ કામગીરી સોંપી હતી. સમગ્ર મામલે જીશાનની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે, મારે નજીમની પત્ની સાથે પ્રેમસંબંધ અને મે ભાગી જઈને નજીમની પત્નીને લગ્ન કરવાની વાત કરી હતી.
મૃતકની પત્નીનાં જીશાન સાથે હતાં પ્રેમ સંબંધ
જીશાએ એ પણ કબૂલ્યું હતું કે, તેને નજીમની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. નજીમની હત્યા કરવા માટે મેં ગુલઝારને તૈયાર કર્યો હતો. ત્યારબાદ પૈસાની લાલચ આપીને હત્યા કરવાની સોંપારી અપાઈ હતી. જેમાં તેને પાંચ હજાર જેટલા રૂપિયા પણ અપાયા હતા.