ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 5338 કરોડ રૂપિયાનો 32,590 કિલોગ્રામનો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 5338 કરોડ રૂપિયાનો 32,590 કિલોગ્રામનો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે, જે અંગે રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું. ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે ગુજરાત પોલીસે આંતરરાજ્ય ઓપરેશન પણ કર્યા છે એવી માહિતી અપાઇ હતી.

બે જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 1.80 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ
રાજ્યના દેવભૂમિ દ્વારકા અને વડોદરામાંથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ રોકવા માટે વિભાગે અનેક પ્રયાસો કર્યા છે. આ બન્ને જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 1.80 કરોડનો વિવિધ ડ્રગ્સ ઝડપીને 100થી વધઘુની ધરપકડ કરાઇ છે.
ગુજરાત પોલીસે ઓરિસ્સાના બે ભાઈઓ સામે કેસ નોંધ્યો
રાજ્ય સરકારે ખાસ કરીને સરહદી જિલ્લા એવા દેવભૂમિ દ્વારકા અને શૈક્ષણિક નગરી વડોદરામાં ડ્રગ્સ પકડવાના અભિયાનને વધુ ઝડપી બનાવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ગુજરાત પોલીસે ઓરિસ્સાના બે ભાઈઓ અનિલ અને સુરેશ સામે ગાંજાની ગેરકાયદેસર હેરાફેરી માટે NDPS એક્ટ હેઠળ કેસ નોંધી પ્રથમવખત તેમની સંપત્તિ સીઝ કરી છે.