ગાંધીનગરમાં એકસાથે 27 સ્થળો પર ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા….Psy ગૃપ પર ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા… ITના દરોડાથી ગાંધીનગરના બિલ્ડરોમાં ફફડાટ વ્યાપો….
ગુજરાતમાં વધુ એક વાર આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ વખતે ગુજરાતના પાટનગરના બિલ્ડર આઈટીના ટાર્ગેટ પર આવ્યા છે. ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ દરોડાથી ગાંધીનગરની બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરના બિલ્ડરો ઉપર ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. Psy ગૃપના પર દરોડા પડ્યા. સેક્ટર 8, સરગાસણ અને પીડીપીયુ રોડ ઉપર આવેલી ઓફિસ અને નિવાસસ્થાન પર હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

100 જેટલા અધિકારી રેડમાં જોડાયા
ગાંધીનગરના બિલ્ડરો પર ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. એક સાથે 27 સ્થળો પર ITના દરોડા પડ્યા છે. Psy ગૃપ પર ઈન્કમ ટેક્સ વિભાગ ત્રાટક્યું છે. બંકીમ જોશી, નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોને ત્યાં હાલ મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ITના દરોડાથી ગાંધીનગરના બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. સેક્ટર 8, સેક્ટર 21, સરગાસણ, PDPU રોડ પર તપાસ ચાલી રહી છે. બિલ્ડરની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં ઈન્કમટેક્સ વિભાગના 100થી વધુ અધિકારી તપાસમાં જોડાયા છે. આ તપાસમાં મોટાપાયે બેનામી વ્યવવાહ મળવાની શક્યતા છે.
Psy ગ્રુપ ઉપર ઇન્કમટેક્સની રેડ પડતા જ ગાંધીનગરમાં ડરનો માહોલ છવાયો છે. બંકીમ જોશી અને નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોને દરોડા પડતા આખી બિલ્ડર લોબી આકુળવ્યાકુળ બની છે. કારણ કે, આ તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે.
વડોદરામાં વોર્ડ વિઝાર્ડ પર આઈટીના દરોડા
તો બીજી તરફ, વડોદરામાં વોર્ડ વિઝાર્ડ કંપનીમાં આવકવેરા વિભાગની સતત બીજા દિવસે સર્ચની કામગીરી ચાલી રહી છએ. આવકવેરા વિભાગ દ્વારા ગત વહેલી સવારથી વોર્ડ વિઝાર્ડના CMD યતીન ગુપ્તેના નિવાસસ્થાન સહિત કંપની, હોસ્પિટલો, પ્લાન્ટ પર મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગ દ્ધારા વોર્ડ વિઝાર્ડ કંપનીના હિસાબોની તપાસ હાથ ધરવામાં આવી છે.
આવકવેરા વિભાગ દ્વારા મહત્વના દસ્તાવેજી પુરાવા અને કોમ્પ્યુટર, હિસાબી રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. આવકવેરાના દરોડાના પગલે વોર્ડ વિઝાર્ડ કંપનીના શેર 7.49 ટકા જેટલો તૂટ્યો છે. વોર્ડ વિઝાર્ડ મેડિકલ, હેલ્થકેર, મનોરંજન, ફૂડ તેમજ ઇવેન્ટ મેન્જમેન્ટમાં પણ સક્રિય છે. તેમજ વોર્ડ વિઝાર્ડના CMD યતીન ગુપ્તે અનેક રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવે છે.