ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ની મોનિટરી પોલિસી કમિટીની (MPC meeting Results) બેઠકના પરિણામ આવી ગયા છે
ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ની મોનિટરી પોલિસી કમિટીની (MPC meeting Results) બેઠકના પરિણામ આવી ગયા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે જાણકારી આપી દીધી છે. સમિતિ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યા છે. પહેલાથી એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રેપો રેટ (Repo Rate) ને સતત છઠ્ઠી વખત 6.5 પર સ્થિર રાખવામાં આવ્યા છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે જે સારા સંકેત છે.
ફેબ્રુઆરી 2023થી રેપો રેટ યથાવત છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ગયા વર્ષે 8 ફેબ્રુઆરી, 2023એ રેપો રેટમાં છેલ્લે વધારો કર્યો હતો. ત્યારે આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી મીટિંગમાં યથાવત રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ પહેલાથી જ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. રેપો રેટની સાથે, રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટને 3.35 ટકા પર સ્થિર રાખવામાં આવ્યા છે. MSF રેટ અને બેંક રેટ 6.75 ટકા પર યથાવત છે. જ્યારે SDF રેટ 6.25 ટકા પર સ્થિર છે.
બજેટ પછી MPCની પ્રથમ બેઠક
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ છેલ્લે 2023ની 8 ફેબ્રુઆરીએ રેપો રેટ વધાર્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી બેઠકોમાં યથાવત રાખવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. વચગાળાના બજેટ બાદ RBI MPCની આ પ્રથમ બેઠક છે.