Dabhoi top news 1 : ડભોઇ તેમજ મુસ્લિમ સમાજનું ગૌરવ : કુમારી ફાએજા અબ્દુલભાઈ વાડીવાલા”
Dabhoi top news 1 : ડભોઇ તેમજ મુસ્લિમ સમાજનું ગૌરવ ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં 4 ફેબ્રુઆરી 2024 ના રોજ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોની હાજરીમાં યુનિવર્સિટી ખાતે યોજાવવામાં આવેલ 72વાં પદવીદાન સમારોહમાં ડભોઇની મહેદવીયા તાઈ સમાજની વિદ્યાર્થીની “કુમારી ફાએજા અબ્દુલભાઈ વાડીવાલા” ને માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ એન્ડ પોલીમર કેમેસ્ટ્રીમાં “ડોક્ટર સુજાતા એસ. કંસારા ગોલ્ડ મેડલ” અને “ડોક્ટર સી. એસ. પટેલ ગોલ્ડ મેડલ ઇન કેમેસ્ટ્રી” થી સન્માનિત કરવામાં આવી હતી. જે ડભોઇ મહેદવીયા સમાજ અને ડભોઇ નુ ગૌરવ વધાર્યું હતું.

ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં અભ્યાસ કરતી ડભોઇ મુસ્લિમ મહેદવીયા તાઈ સમાજની કુમારી ફાએજા અબ્દુલભાઈ વાડીવાલા ને 4 ફેબ્રુઆરીના રોજ માનનીય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડોક્ટર ધનંજય ચંદ્રચૂડ ની વર્ચ્યુઅલ હાજરીમાં તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં તથા કેબિનેટ મિનિસ્ટર શ્રી ઋષિકેશ પટેલ તથા ચાન્સેલર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ તેમજ
વાઈસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવ તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા 72 પદવીદાન સમારોહમાં ફાએજા અબ્દુલભાઈ વાડીવાલા ને માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ એન્ડ પોલીમર કેમેસ્ટ્રીમાં ડોક્ટર સુજાતા એસ કંસારા ગોલ્ડ મેડલ અને ડોક્ટર સી એચ પટેલ ગોલ્ડ મેડલ ઇન કેમિસ્ટ્રી થી તેમજ પ્રમાણપત્ર રાજ માતા શુભાંગીની રાજે ગાયકવાડ ના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તેમજ સમગ્ર ડભોઈ મુસ્લિમ તેમજ મહેદવિયા તાઈ સમાજ અને ડભોઇ નું ગૌરવ વધાવતા ફાએજા વાડી વાલા ને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
જ્યારે કે વિદ્યાર્થીની એ આગળ સફળતા માટે કેરિયર બનાવવા એકેડમી નો અભ્યાસ કરવાનો વિચાર પ્રગટ કર્યો હતો.