આજથી અમદાવાદમાં દોડશે ડબલ ડેકર AC બસ, Breaking News 1

Spread the love

અમદાવાદના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે

અમદાવાદીઓની સુવિધામાં નવું નજરાણું ઉમેરાયું છે. અમદાવાદના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે. તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં CM ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું છે. લંડનથી 5 AC ડબલ ડેકર બસ લાવવામાં આવી છે. આ ડબલ ડેકર એસી બસ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેના બાદ હવે આ બસને અમદાવાદમાં દોડાવાશે. 

amts દ્વારા શહેરમાં આજથી એસી ડબલડેકર ઈલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી છે. અમદાવદના મેયરના હસ્તે બસનું ફ્લેગઑફ કરાયું છે. આ પ્રસંગે amc ના પદાધિકરીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમય બાદ પ્રથમ ડબલડેકર બસની અમદાવાદમાં શરૂઆત થઈ છે. ગિફ્ટ સિટીમાં gsrtc દ્વારા શરૂ કરાયેલી બસ જેવી જ amts માટેની બસ છે. આરટીઓ રજિસ્ટ્રેશન સહિતની જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતા શહેરના માર્ગ પર બસ દોડતી કરાઈ છે. 

પ્રથમ રૂટ તરીકે વાસણાથી આશ્રમ રોડ થઇ rto સુધી બસ દોડાવાશે. ખાસ વાત તો એ છે કે, આ ડબલ ડેકર બસમાં અમદાવાદ મ્યુનિસિપિલ ટ્રાન્સપોર્ટની તમામ પ્રકારની ટીકીટો તથા પાસ માન્ય રહેશે.  

ડબલ ડેકર એસી બસની વિશેષતા 

  • યુએસબી ચાર્જ, વાઈફાઈ
  • રિડીંગ લાઇટ અને કમ્ફર્ટ સીટ 
  • ૬૩ પ્લસ ડ્રાઇવરની કેપીસીટી 
  • ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે 
  • દરરોજનું સંચાલન 200 કિમી કરાશે 
  • ચાર્જ સમય દોઢ કલાક થી ૩ કલાક લાગશે 
  • 900 એમ એમ ફલોર હાઇટ 
  • 4750 એમએમ હાઇટ 
  • 9800 એમએમ લંબાઇ 
  • 2600એમએમ પહોળાઇ

બસનો રુટ : 
ફતેહનગર, પાલડી, વા.સા.હોસ્પિટલ, સન્યાસ આશ્રમ, નટરાજ સિનેમા, ઇન્કમટેક્ષ ઓફિસ, ઉસ્માનપુરા, વાડજ ટર્મિનસ, સુભાષબ્રીજ સર્કલ (આર.ટી.ઓ), પાવરહાઉસ, ચિંતામણી સોસાયટી, ઓ.એન.જી.સી.ઓફિસ, પાર્શ્વનાથનગર, (વાડજ થી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાથી હાલ પુરતું વાસણા થી વાડજ – કુલ 7.16 કિલોમીટરનો રુટ 

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *