ચંદ્રાલા પાસે લક્ઝરી બસમાંથી ત્રણ કિલો ચરસનો જથ્થો પકડાયો, Breaking News 1

Spread the love

ચિલોડા પોલીસ દ્વારા લક્ઝરી બસમાં લઈ જવાતા ૩.૭ કિલો ચરસના જથ્થા સાથે જુહાપુરાના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો

ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૂની સાથે નસીલા પદાર્થોની હેરાફેરી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા લક્ઝરી બસમાં લઈ જવાતા ૩.૭ કિલો ચરસના જથ્થા સાથે જુહાપુરાના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો તેમજ મંગાવનાર સામે ગુનો દાખલ કરીને ૫.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

રાજ્યમાં વિદેશી દારૂ અને નસીલા પદાર્થો ઉપર પ્રતિબંધ છે ત્યારે પર પ્રાંતમાંથી આ પ્રકારની ચીજ વસ્તુઓ ઘુસાડવામાં આવી રહી છે. ખાસ કરીને હવે લક્ઝરી બસ કે સરકારી બસમાં આ પ્રકારની હેરાફેરી વધી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન હિંમતનગર તરફથી આવી રહેલી એક બસને ઉભી રાખવામાં આવી હતી અને તેમાં છેલ્લી સીટમાં બેઠેલો વ્યક્તિ શંકાસ્પદ જણાતા તેના સામાનની તપાસ કરવામાં આવી હતી જેમાં થેલાનાં ચોરખાનાની તલાશી લેતાં અંદર કાળી સેલોટેપ વીંટાળેલ ૧૫ બંડલો મળી આવ્યા હતા.

જે તોડીને જોતા અંદરથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ ઈસમની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ શેખ ફેઝ અહેમદ હફીજુદીન રહે, સૈયદવાડા ગન હાઉસની ગલીમાં ખાનપુર, હાલ રહે સાહીસ્તા ફ્લેટ નંબર ૧૨ જુહાપુરા અમદાવાદ હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે ચરસના જથ્થાનું વજન કરતાં ૫.૫૮ લાખથી વધુની કિંમતનો ૩.૭ કિલો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે કડકાઈથી પૂછતાંછ કરતાં શેખ ફેઝઅહેમદ હફીજુદીને કબૂલાત કરી હતી કે શાહીબાગ કબસ્તાન ખાતે બે મહીના પહેલાં ચલમ પીવા ગયો હતો.

જ્યાં સોકેત નામના ઈસમ સાથે ઓળખાણ થઈ હતી. એ વખતે સોકેતે કહ્યું હતું કે, હું અજમેર જઈશ ત્યારે હું તને કામની વસ્તુ આપીશ. બાદમાં ૨૦ મી જાન્યુઆરીએ તેણે ફોન કરતા ફેઝઅહેમદ શાહીબાગ અમદાવાદથી તેની માતા, બહેન અને બે બાળકો સાથે અજમેર ગયો હતો.જ્યાં સોકેતે ચરસનો જથ્થો અમદાવાદ સુધી લઈ જવા માટે ૨૫ હજાર આપવાની વાત કરી હતી.જે જથ્થો લઈને તે લકઝરી બસમાં બેસી અમદાવાદ લઈ જઈ રહ્યો હતો. પોલીસે બંને સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Botad News :8 કાર સાથે 1 આરોપીની ધરપકડ, Breaking News 1

Spread the love

Spread the loveBotad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *